પ્રાચીથી અમદાવાદ જવા એકપણ બસ સુવિધા ઉપલબ્ધ નથી
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ અમદાવાદ ડેપો દ્વારા કૃષ્ણનગર હડમતીયા ગીર વાયા ચોટીલા જુનાગઢ મેંદરડા સાસણ તાલાળા આંકોલવાડી નવી સ્લિપર બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ સેવા શરૂ થતાં આકોલવાડી આસપાસના પંદરેક જેટલા ગામોને ચોટીલા અમદાવાદ જવા માટે સીધી બસ સેવા ઊપલબ્ધ થઈ છે. આ બસ સેવા કાયમી ધોરણે સારી આવક સાથે શરૂ રહે તે માટે આ બસ સેવાને કોડીનાર સુધી લંબાવવા માટે અજીતભાઈ ચાવડાએ કોડીનારથી માંગણી કરી છે. આ બસ સેવાને કોડીનાર લંબાવતા સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચીને અમદાવાદ જવા માટે એસટીની એકપણ બસ સુવિધા ઉપલબ્ધ નથી તે ઊપલબ્ધ થશે. આ ઉપરાંત કોડીનાર થી અમદાવાદ માટે ગાંધીનગર રૂટની બસમાં જગ્યા મળતી નથી એ તકલીફ પણ દૂર થશે.