ગેરકાયદે ખનિજ ભરીને નીકળતા વાહનો રાહદારીઓ માટે યમરાજ સમાન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
સુરેન્દ્રનગર જિલ્લામાં જે પ્રકારે કોલસાના ગેરકાયદેસર ખનનને કોઈ રિકવા વાળું નથી તે પ્રકારે જ અહી રોડ પરથી પસાર થતા ઓવર લોડ વાહનોને પણ કોઈ રોકવા વાળું ન હોય તેવું નજરે દેખાય છે. કોલસાના ખનન બાદ તેને હેરફેર કરવા માટે વાહનોમાં ઓવર લોડ ભરીને દિવસ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પરથી પસાર થાય ત્યારે માતેલા સાંઢની માફક નીકળતા આ વાહનોને જોઈને ગ્રામજનોને બે ઘડી સાઈડમાં ઊભા રહેવાનું વધુ હિતાવહ સમાજે છે. ત્યારે ગેરકાયદેસર ખનિજ ભરીને નીકળતા વાહનોને કોઈ પૂછતું પણ નથી જ્યારે સામાન્ય ખેત મજૂરી કામ કરતા ગ્રામ્ય વિસ્તારોના મજૂરો શહેરી વિસ્તારમાં ખરીદો કરવા આવે કે તરત જ તેઓને દંડ આપી દેવાય છે ત્યારે આ ઓવર લોડ અને ગેરકાયદેસર ખનિજ ભરીને નીકળતા વાહનચાલકો સામે અંકુશ લાદવા માંગ ઉઠવા પામી છે.