પ્રદૂષણના ભયથી ગ્રામજનોએ મંજૂરી રદ કરવા ઉગ્ર રજૂઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
- Advertisement -
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર આવેલા હરીપર ગામ નજીક રાજ્ય સરકાર દ્વારા એક નવી ૠઈંઉઈ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે, આ મંજૂરી મળતાની સાથે જ હરીપર ગામના સ્થાનિક ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે અને પ્રસ્તાવિત ૠઈંઉઈનું સ્થળ બદલવા અથવા મંજૂરી રદ કરવા માંગ ઉઠાવી છે. ગ્રામજનોનું કહેવું છે કે હરીપર ગામ નજીક ૠઈંઉઈ શરૂ થવાથી વિવિધ ઉદ્યોગો સ્થપાશે, જેના કારણે હવા, પાણી અને જમીન પ્રદૂષિત થવાનો ગંભીર ભય છે. ઉદ્યોગોના કારણે થતું પ્રદૂષણ ગામના આરોગ્ય, ખેતી અને પર્યાવરણ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત ગામની વસતિની નજીક ઉદ્યોગો સ્થપાતા જીવન જીવવાની ગુણવત્તા પર પણ અસર પડશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ મુદ્દે હરીપર ગ્રામ પંચાયત દ્વારા પોતાના લેટરપેડ પર રાજ્યના મુખ્યમંત્રી સહિત સંબંધિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં ગ્રામજનોએ સ્પષ્ટ રીતે માંગ કરી છે કે હરીપર ગામની નજીક પ્રસ્તાવિત ૠઈંઉઈનું સ્થળ બદલવામાં આવે અથવા તો હાલની મંજૂરી રદ કરવામાં આવે, જેથી ગામના પર્યાવરણ અને જન આરોગ્યનું રક્ષણ થઈ શકે. ગ્રામજનોએ સરકારને અપીલ કરી છે કે વિકાસની સાથે સાથે પર્યાવરણ અને સ્થાનિક લોકોના હિતોને પણ પ્રાધાન્ય આપવામાં આવે અને યોગ્ય સ્થળે ૠઈંઉઈ સ્થાપવાની નિર્ણય લેવામાં આવે તેવી લેખિત માંગ કરી છે



