ટ્રાફિક સમસ્યા અને વારંવાર થતા અકસ્માત મુદ્દે NHAIને રજૂઆત, 50 એસો.નું સમર્થન
બન્ને બાજુ અવરજવર માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ
NHAIના અધિકારીઓએ સ્થળ વિઝિટ કરી પ્રશ્ર્ન હલ કરવાની ખાતરી આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજી જી.આઇ.ડી.સી. વિસ્તારમાં અંદાજે 500 જેટલા ઓદ્યોગીક એકમો આવેલા છે. આજી નદી પાસે અનેક ઉદ્યોગો, ઇન્ડ્રસ્ટ્રીયલ ઝોન અને નાના મોટા એકમો આવેલા છે.
આ ઓદ્યોગીક એકમોમાં કામ કરનારે જવા આવવા માટે આજી ડેમ ચોકડીથી હુડકો ચોકડી સુધી ફરીને જવું પડે છે. ત્યારે આ સમસ્યાના હલ માટે આજી નદી અને ખોખડદડ નદી વચ્ચેના રોડ પર એક ઓવરબ્રીઝ બનાવવા માટેની માગ કરવામાં આવી છે. જે અનુસંધાને 50 એસોસિએશનના સમર્થન સાથે ગઇંઅઈંને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ કામદાર, વિદ્યાર્થીઓ સહિતના સ્થાનીક લોકોએ બન્ને બાજુ અવરજવર માટે તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે. તેમજ આજી નદી અને ખોખળદળ નદી વચ્ચેના વિસ્તારમાં સર્વિસ રોડ ન હોવાથી અવાર નવાર ટ્રાફિક સમસ્યાઓ અને ગંભીર અકસ્માત સર્જાઇ છે.
આ સમસ્યા હલ કરવા માટે વિરોધ કરી NHAIના અધિકારીઓને રજૂઆત કરાઇ હતી. ત્યારે NHAIના અધિકારીઓએ પણ સ્થળ વિઝિટ કરી પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી છે.
આ રજૂઆતમા કોંગ્રેસના અગ્રણી અશોકસિંહ વાઘેલા, રોહિતસિંહ રાજપૂત, કોર્પોરેટર કોમલબેન ભારાઈ, હરેશભાઈ ભારાઈ, જય રાજભાઇ રબારી, હસુબાપુ ભગવા ગ્રુપ, ધવલભાઇ રાયકા, કૈલાસગીરી ગોસ્વામી, લાખાભાઈ માલધારી, પ્રભાતભાઈ આહીર, હીરાભાઈ સુસરા, નિર્મલભાઇ લાવડીયા, અજીતભાઈ લાવડીયા, સાગરભાઇ ભરવાડ, વિપુલભાઈ બકુત્રા, પ્રવીણભાઈ બકુત્રાડી, રબારી અજયભાઈ, ખાંભલીયા રમેશભાઈ, તરમટા કાનાભાઈ, દુધરેજીયા હિતેશભાઈ સહિત તમામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ જોડાયા હતા.
એસોસિએશન અને રેસિડેન્શિયલ ઝોનનું સમર્થન
હાર્ડવેર એસોશિયન, મધુરમ ઇન્ડસ્ટ્રિયલ એસોશિયન, શ્રીહરિ ઇન્ડ્રસ્ટ્રીયલ ઝોન એસોશિયન, કાંતિનગર ઇન્ડસ્ટ્રિયલ એરિયા એસોશિયન, મારુતિ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન, સહજાનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોશિયન, રામનાથ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક, સંસ્કાર કો ઓપરેટિવ સોસાયટી, કિશાન ઇન્ડસ્ટ્રિયલ એરિયા, મીરા ઔદ્યોગિક સેવા સહકારી મંડળી, સંસ્કારી ઇન્ડસ્ટ્રીઝ ઝોન, રાધા મીરા ઇન્ડસ્ટ્રીઝ ઝોન, કેપી ઇન્ડસ્ટ્રીઝ ઝોન, એનબી ઇન્ડસ્ટ્રીઝ ઝોન, સુવર્ણભૂમિ ઇન્ડસ્ટ્રીઝ ઝોન, આદિત્ય ઇન્ડસ્ટ્રીઝ ઝોન, રામનાથ ઇન્ડસ્ટ્રીઝ ઝોન 1,2,3,4, સુરભી ઇન્ડસ્ટ્રીઝ ઝોન, કેસરીનંદન ઇન્ડસ્ટ્રીઝ ઝોન, યંત્રંગ ઇન્ડસ્ટ્રીઝ ઝોન, ક્રાંતિનગર ઇન્ડસ્ટ્રીઝ ઝોન, ઓમ ઉદ્યોગ, નવભારત ઇન્ડસ્ટ્રીઝ ઝોન, રામ પાર્ક, મુકેશ પાર્ક, રાધે ક્રિષ્ના સોસાયટી, શિવધારા પાર્ક 1, હરિઓમ પાર્ક, શિવનગર, શિવધારા પાર્ક 2, સહજાનંદ સોસાયટી, વેલનાથ, જડેશ્વર પાર્ક.