જે રાજકીય પાર્ટીઓ ધાર્મિત ચિન્હો અને પ્રતિકોનો ઉપયોગ કરીને ચૂંટણી લડે છે, તેમને ચૂંટણી લડતા રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી આવી છે.
દેશમાં રાજકીય પાર્ટીઓ તરફથી ધાર્મિક નામ અને પ્રતિકોના ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ વાંધાઅરજી સૈયદ વસીમ રિઝવીએ દાખલ કરી છે. તેને લઈને તેમણે સુપ્રીમ કોર્ટમાં એક વાંધા અરજી દાખલ કરીને આવી રાજકીય પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવાની માગ કરી છે. તેના પર સુપ્રીમ કોર્ટે પણ સુનાવણી કરવા માટે સહમત થયું છે. અરજીમાં એવી પણ માગ કરાઈ છે કે, જે પાર્ટી ધાર્મિક નામ અને પ્રતિકોનો ઉપયોગ કરે છે, તેમને ચૂંટણી લડતા રોકવામાં આવે. તેના પર સુપ્રીમ કોર્ટે સોમવારે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરીને જવાબ માગ્યો છે. આ મામલાની સુનાવણી આગામી 18 ઓક્ટોબરે થશે.
- Advertisement -
સુપ્રીમ કોર્ટે સોમવારે વસીમ રિઝવીની અરજી પર સુનાવણીને લઈને મંજૂરી આપી દીધી છે. તેમાં માગ કરાઈ છે કે જે પણ રાજકીય પાર્ટી પોતાના નામ અને પ્રતિકોમાં ધર્મ અને ધાર્મિક ચિન્હોનો ઉપયોગ કરે છે, તેમને ચૂંટણી લડતા રોકવામાં આવે. આવી રાજકીય પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવાની માગ પણ કરાઈ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને ચાર અઠવાડીયામાં જવાબ રજૂ કરવા માટે કહ્યું છે.
ઝંડામાં ચાંદ તારાનો ઉપયોગ
સુપ્રીમ કોર્ટે આ અરજી પર નોટિસ જાહેર કરતા આગામી સુનાવણી 18 ઓક્ટોબરના રોજ નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને રાજકીય પાર્ટીના પક્ષકાર બનાવાની મંજૂરી આપી છે. અરજીકર્તા તરફથી હાજર રહેલા વકીલ ગૌરવ ભાટીયાએ કહ્યું કે, શું રાજકીય પાર્ટીઓ ધાર્મિક નામનો ઉપયોગ કરી શકે છે ? વકીલ ગૌરવ ભાટીયાએ કહ્યું કે, કેટલીય રાજકીય પાર્ટીઓ ધાર્મિક નામ અને ચિન્હોનો ઉપયોગ કરે છે અને તેના ઝંડામાં ચાંદ તારાનો ઉપયોગ કરવામાં આવે છે.