રાજકોટમાં રેલી યોજી દેવીપૂજક સમાજે કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદન પાઠવ્યું
બોટાદમાં દેવીપુજક સમાજની 9 વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમ શખ્સને ફાંસીના માંચડે લટકાવવાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં દેવીપુજક સમાજમાં ભારે રોષની લાગણી સાથે ઘેરા અને તીવ્ર પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આજે રાજકોટના તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દેવીપૂજક સમાજના લોકોએ જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે.
- Advertisement -
દેવીપુજક સમાજની વિવિધ સામાજિક સંસ્થાઓ અને મંડળો દ્વારા સમગ્ર રાજ્યમાં કલેકટર અને મામલતદારને આવેદનપત્રો સુપ્રત કરી જધન્ય અપરાધ કરનાર નરાધમ શખ્સને ફાંસી આપવાની માંગ દેવીપુજક સમાજ રોડ પર આવી જઈને કરી રહ્યાનો સિલસિલો આરંભ થયો છે.