ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ શહેર કે પોતાની એક આગવી છાપ સમગ્ર દુનિયામાં ધરાવે છે.ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાનું બજેટ વેરાવળ નગરપાકિા ને આપવામાં આવે છે.પણ તંત્રની ગેર આવડત ને કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકી અને ઉકેરાનું સામ્રાજ્ય બની રહ્યું છે.
ચોમેર ગંદકી અને ઉકેરાઓ જોવા મળે છે જેથી વિસ્તારવામાં ભયાનક રોગચાળો ફાટી નીકળવાની બીક સેવાય રહી છે.
વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા એ વેરાવળ શહેર નાં અનેકો વિસ્તાર માં પ્રાથમિક સગવડતા આપવામાં તદન નીષ્ફર સાબિત થયેલ છે.વોર્ડ નં.2,5,6,10 જેવા અનેક વિસ્તારોમાં પીવાના નાં પાણી,લાઈટ,ગટર તેમજ સફાઈ ની ખૂબ મોટા પાયે તકલીફ જોવા મળેલ છે.તમામ વિસ્તારો માં ગટરનું ઓવરફ્લો થઈ રહ્યું છે,નિયમિત સફાઈ થતી નથી,પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા છે અને વિસ્તાર નાં મોટા ભાગમાં અંધારપટ છે. જે સાબિત કરે છે કે નગરપાલિકાનું તંત્રએ ગાઢ નિંદ્રા માં છે.ગુજરાત સરકાર વેરાવળ નગરપાલિકા ને કરોડો રૂપિયા લોકોની પ્રાથમિક સગવડતા લોકો સુધી પહોચાડવા માટે આપે છે પણ અનેકો વિસ્તાર ના લોકો તંત્ર ની બેદરકારી અને અણઆવડત ને કારણે લોકો મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.ગંદકીનાં કારણે સમગ્ર વેરાવળમાં ખૂબ મોટા પ્રમાણ માં માંદગી જોવા મળેલ છે પણ પાલિકા નાં જવાબદાર લોકો પોતાની મોજમાં છે અને લોકો પરેશાન છે. કોંગ્રેસ નગરસેવક અફઝલ પંજા એ ગુજરાત મ્યુનસિપલ કમિશનર ને લેખિત રજૂઆત કરેલ છે ગુજરાત સરકાર કરોડો રૂપિયા આપે છે આ ઉપરાંત લોકોની મહેનત નાં પૈસા માંથી પણ નગરપાલિકા ટેકસ વસૂલ કરે છે.જ્યારે નગરપાલિકા એ પ્રાથમિક સગવડતા આપવામાં નિષ્ફર હોય ત્યારે તેને લોકો પાસેથી કોઈપણ પ્રકારનું ટેકસ લેવુનાં જોઈએ અને ગુજરાત સરકાર દ્વારા એક “સમિતિ”ની રચના કરી વિસ્તારોનું અહેવાલ લેવું જોઈએ જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય.