પિતૃ કૃપા ટ્રાવેલ્સની બસ ચોરી કરીને અજાણ્યા શખ્સે ભડકે બાળી
માતૃ કૃપાના સંચાલકો અમારી બસ રોકીને અમને હેરાન કરે છે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં પિતૃકૃપા ટ્રાવેલ્સની બસ ચોરી કરી કોઈએ સળગાવી નાખી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં ધંધાકીય ખાર કારણભૂત હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. બસ ઓફીસથી થોડે આગળ પાર્ક કરી હતી. બીજા દિવસે સફાઈ કર્મી બસની સાફ સફાઈ માટે ગયો તો બસ પાર્કિંગમાં જોવા મળી ન હતી. બાદમાં માલિકને જાણ થઈ કે બસ કોઈએ સળગાવી દીધી છે. ત્યારબાદ સ્થળ પર માલિકે જઈને તપાસ કરને સમગ્ર મામલે આજીડેમ પોલીસે ફરિયાદ નોંધી ઈઈઝટ ફૂટેજ આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. 45 વર્ષીય ફરિયાદી વિજયસિંહ ભરતસિંહ જાડેજા એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, માતૃકૃપાના સંચાલકે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે, માતૃકૃપા ટ્રાવેલ્સે પોતાની ઓફીસ કરીને, અમારા ગ્રાહકો તોડવાની તેમજ અમારા રૂટ પર ચાલતી બસોને બંધ કરાવવાની કોશીશ કરી રહ્યા છે. ફરિયાદીએ આશરે એકાદ માસ પહેલા અમારી બસ પોરબંદર રૂટમાં ચાલુ કરી તે સમયે પણ આ માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા પોરબંદર મુકામે અમારી બસ રોકીને, અમારા ડ્રાઇવરને મારી નાખવાની ધમકી તેમના માણસ નાગલા દ્વારા આપવામાં આવી. જેની પોરબંદર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવી હતી.