પૂર્વ MLA સહિતના લોકોએ આવેદન આપી ગેરકાયદે પ્રવૃત્તિની ફરિયાદ કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ભેસાણના 100 વારીયા પ્લોટ વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલી મારામારીમાં એક વૃઘ્ધનું મોત થયુ હતુ. આ બનાવ બાદ વિસ્તારના રહીશોએ પોલીસ અને મામલતદારને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.
ભેસાણના સો વારીયા પ્લોટ વિસ્તારમાં બે દિવસ પહેલા યુવતીને ભગાડી જવાના મનદુ:ખના કારણે બે પરિવારો વચ્ચે મારામારી થઇ હતી.
- Advertisement -
જેમાં એક વૃઘ્ધનું ગંભીર ઇજા થવાથી મોત થયુ હતુ. 100 વારીયા પ્લોટ વિસ્તારના રહીશોએ પૂર્વ ધારાસભ્ય ભુપતભાઇ ભાયાણીની આગેવાનીમાં મામલતદાર અને પીએસઆઇને આવેદનપત્ર આપ્યુ હતુ જેમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી વધુમાં 100 વારીયા પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અમુક લોકો આવી ઝુંપડા બાંધીને રહેવા લાગ્યા છે. તેઓ મારામારી, ધમકી આપવી દારૂ વેચવો, જુગાર સહિતની ગેરકાનૂની પ્રવૃતિ કરે છે આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી.



