ખાસ-ખબર સંવાદદાતા
ઊનાના મેણ ગામમાં આવેલ ગ્રામ પંચાયતના કુવામાંથી લોકોને પીવાનું પાણીનું વિતરણ કરવામાં આવતુ હોય પરંતુ આ કુવાની ફરતે મસમોટા વૃક્ષો ઉગી નિકળતા અને કુવામાં પક્ષીઓ બેસતા હોવાના કારણે પીવાના પાણીમાં ગંદકી થતી હોવાથી લોકોના આરોગ્ય માટે જોખમરૂપ હોય આથી આ કુવાની ફરતે ઝાળીજાખરાને દૂર કરી સફાઇ કરાવવા ગ્રામજનો અને જાગૃત યુવાનએ તંત્રને રજુઆત કરી માંગણી કરેલ છે.
મેણ ગામમાં ગ્રામ પંચાયતના કુવાની અંદર કચરો અને ગંદકી અને કુવામાં મસમોટા વૃક્ષો અંદર ઊગી નીકળેલ છે. અને મોટા વૃક્ષો ઉપર પક્ષીઓ બેસવાના કારણે પાણી ગંદુ થઈ રહ્યું છે. તેમજ કુવાની આસપાસમાં વૃક્ષો અને ગંદકી અને કચરો હોવાથી મેણ ગામના લોકોનું આરોગ્ય જોખમાય રહ્યું છે. આ પાણી પીવાથી ગામ લોકોના આરોગ્ય પર ગંભીર પ્રકારની બિમારીનું જોખમ મંડાયેલ હોય આથી પંચાયતના કુવાની ફરતે વૃક્ષો તેમજ ગંદકીને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે તેવી જાગૃતનાગરી સાગર ઉકાભાઇ પરમારે આરોગ્ય જળવાઈ રહે અને તેથી સ્વચ્છતા અભિયાનનું પાલન થાય તેવી માંગણી સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી હતી.