પૂર્વ સરપંચ કાનજીભાઇ ચૌહાણે મરીન પીપાવાવ પોલીસને પત્ર લખી રજૂઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ પારાયણના પવિત્ર પ્રસંગોને અનુલક્ષીને દારૂના વેચાણ અને પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. ચાંચ બંદર ગામના પૂર્વ સરપંચ અને ભાજપ કાર્યકર કાનજીભાઈ ચૌહાણે આ અંગે મરીન પીપાવાવ પોલીસને પત્ર લખી રજૂઆત કરી છે.
પત્રમાં જણાવ્યા અનુસાર, ચાંચ બંદર ગામે આગામી તારીખ 27 જુલાઈથી 30 જુલાઈ સુધી રામ મંદિરમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા અને ભવન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ, 1
- Advertisement -
ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ પારાયણનું પણ આયોજન કરવામાં આવેલ છે.
કાનજીભાઈ ચૌહાણે પોલીસને વિનંતી કરી છે કે, જો પ્રતિબંધ હોવા છતાં પણ કોઈ વ્યક્તિ દારૂ પીધેલ હાલતમાં પકડાય, તો તેણે દારૂ ક્યાંથી પીધો તેની સઘન તપાસ કરવામાં આવે. ઉપરાંત, દારૂ પીવાવાળા અને દારૂ વેચાણ કરવાવાળા બંને વ્યક્તિઓની ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. પૂર્વ સરપંચ કાનજીભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતને મરીન પીપાવાવ પોલીસે ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં ભરે તેવી અપેક્ષા છે.



