-વિપક્ષોનો ડહાપણભર્યો નિર્ણય: સત્રનો બહિષ્કાર નહી કરે
કેન્દ્રની મોદી સરકાર દ્વારા તા.18થી22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવાયું છે તેમાં હજું એજન્ડા નિશ્ર્ચિત નહી થતા કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ તથા સીનીયર સાંસદ સોનિયા ગાંધી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડીયા’ સહિતના વિપક્ષો વતી ચીન, કૌભાંડો (અદાણી વિવાદમાં નવી જાહેર થયેલી માહિતી) મણીપુર, અર્થતંત્ર બેરોજગારી અને ખેડૂતોના મુદાઓને આ સમાવવા માટે માંગણી કરાશે. વડાપ્રધાન હાલ ઈન્ડોનેશિયાના પ્રવાસે છે.
- Advertisement -
સંસદનું ખાસ સત્ર બોલાવવાની જાહેરાત સમયે તેનો એજન્ડા સ્પષ્ટ કરાયો ન હતો અને હવે જયારે લોકસભા અધ્યક્ષ સત્ર પુર્વ કામકાજ સમીતીની બેઠકમાં એજન્ડા રજુ કરશે જે સત્રના બે-ત્રણ દિવસ અગાઉ મળી શકે છે. સામાન્ય રીતે તો દરેક સત્રના એજન્ડા લગભગ ફિકસ હોય છે પણ આ ખાસ સત્ર બોલાવવા પાછળનો સરકારનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી અને વિપક્ષોને ડર છે કે મોદી સરકાર તેને વધુ એક ‘સરપ્રાઈઝ’ આપી શકે છે પણ ‘ઈન્ડીયા’ વિપક્ષ ગઠબંધન દ્વારા સરકાર સમક્ષ 10 મુદાઓના એજન્ડા મુકવા નિર્ણય લીધો છે.
ગઈકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જુન ખડગેના નિવાસે દિલ્હીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો અને કોંગ્રેસન પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી જ પત્ર લખે તે પણ નિશ્ચિત કરાયું હતું.
આ મુદે તમામ વિપક્ષોને સાથે લેવાશે. એક તબકકે કેટલાક વિપક્ષો તરફથી આ સત્રનો બહિષ્કાર કરવાનું સૂચન પણ આપ્યુ હતું પણ તે યોગ્ય ગણાશે નહી. વિપક્ષોને સંસદ અને સંસદ બહાર સરકારનો મુકાબલો કરવાનો છે અને તે મજબૂતાઈથી કરવો જોઈએ તેના બદલે દેશને સાથેના મુદાઓ હાથ ધરાવા જોઈએ તેવી માંગણી કરાશે.
- Advertisement -
આ બેઠકમાં એક દેશ એક ચુંટણીનો મુદો પણ ચર્ચામાં હતો જયાં રાજયસભામાં વિપક્ષના નેતા મલ્લીકાર્જુન ખડગેનો સમાવેશ નહી કરવું એ વિપક્ષોનું અપમાન તરીકે ગણાવાયું હતું. વિપક્ષોએ સંસદમાં ધમાલ પણ નહી કરવા નિર્ણય લીધો છે પણ જો ‘મોદી-ચાલીશા’ માટે આ સત્રનો ઉપયોગ થાય તો તે પણ ચલાવી લેવાશે નહી તે નિશ્ચિત કરાયું હતું. જયારે ગઈકાલથી શરૂ થયેલા ભારત-ઈન્ડીયા વિવાદ પર કોઈ નિશ્ચિત વલણ લેવાતું ન હતું.