જિલ્લા કલેકટર નેહા કુમારી દ્વારા જાતીય ટિપ્પણી બદલ રોષ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
મહીસાગર જિલ્લાના કલેકટર નેહા કુમારી દ્વારા અગાઉ 23 ઓકટોબરના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં દલિત સમાજના અરજદાર યુવાન સામે જાહેર મંચ પરથી જાતીય ટિપ્પણી કરી એક અધિકારીની ગરિમાને લજવે તેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો કે મામલે રાજ્યભરમાં દલિત સમાજના યુવાનોમાં મહીસાગર જિલ્લા કલેકટર સામે રોષ ભભૂક્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ખાતે ગૌતમભાઈ મકવાણા, બી.કે.પરમાર, અમૃતભાઈ મકવાણા, નટુભાઈ પરમાર સહિતના દલિત આગેવાનો દ્વારા પણ નેહા કુમારીના જાતીય ટિપ્પણીને લીધે જોરાવરનગર પોલીસ મથક ખાતે મહીસાગરના નેહા કુમારી સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુન્હો નોંધવા માટે માંગ કરાઈ હતી. જેમાં જણાવાયું હતું કે મહીસાગર જિલ્લાના કલેકટર નેહા કુમારી દ્વારા જાતિવાદી, દલિત અને આદિવાસી વિરોધી માણસ ધરાવનારા હોવાનું તેઓના શબ્દો પરથી સ્પષ્ટ ફલાઇટ થાય છે જેથી આ પ્રકારના અધિકારીઓને તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરી તેઓના પર ગુન્હો નોંધવામાં આવે તેવી માંગ કરી હતી.