પીડિત પરિવારે મામલતદારને આવેદન પાઠવી વ્યથા વર્ણવી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
ધ્રાંગધ્રા ખાતે ગત વર્ષ 2023માં પોલીસ કર્મચારી વિરૂદ્ધ પરિવારે છેડતી અને તે બાદ હુમલાની ફરિયાદ નોંધાયેલ હોય જે ફરિયાદના આધારે આજદિન સુધી પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવી નથી જેને લઇ પીડિત પરિવારે ધ્રાંગધ્રા મામલતદારને આવેદન પત્ર પાઠવી પોલીસ કર્મચારીની ધરપકડ કરવા રજૂઆત કરાઈ છે અન્યથા પરિવાર દ્વારા આગામી સમયમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવા સુધીની ચીમકી પણ ઉચ્ચારી હતી.