કોન્ટ્રાકટર વિરુઘ્ધ માનવ વધનો ગુનોના દાખલ કરો: રામકુભાઈ કરપડા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરા – ધ્રાંગધ્રા રોડ પર આવેલા ચિત્રોડી ગામ પાસે બ્રિજના કામ દરમિયાન કોન્ટ્રાકટરની બેદરકારીને લીધે ચાર જેટલા માસૂમ લોકોનો જીવ ગયો છે જેમાં મંગળવારે મોડી રાત્રે કાર લઈને નીકળેલા દાધોળિયા ગામના પરિવાર કાર લઈને ધ્રાંગધ્રા તરફ આવતા ચિત્રોડી ગામના આ બ્રિજ નજીક કોઈપણ સેફ્ટી ગ્રિલ નહીં હોવાના લીધે કાર આશરે દસેક ફૂટ જેટલા ઊંડા પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. આ ઘટનામાં પરિવારના કુલ ચાર સભ્યોના મોત થયા હતા જ્યારે બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા હતા. જ્યારે ઘટનાને લઈ સમગ્ર મૂળી પંથકમાં અરેરાટી ફેલાઈ હતી પરંતુ આ પ્રકારની કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. જ્યારે ઘટનાને લઈ માર્ગ મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાકટર સામે હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરી નથી જેને લઇ ખેડૂત આગેવાન અને જાગૃત નાગરિક રામકુભાઈ કરપડા દ્વારા તંત્રને આડે હાથે લેતા કોન્ટ્રાકટર સામે માનવવધનો ગુન્હો નોંધાવાની માંગ કરી છે. રામકુભાઈ દ્વારા વિડિઓ જાહેર કરી જણાવ્યું હતું કે ” સરા – ધ્રાંગધ્રા રોડ પર ચિત્રોડી ગામ પાસે બનેલી દુર્ઘટના એક જ પરિવારના ચાર સભ્યોની અવસાન થયું છે જે માત્ર રંગે અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે જ થયું છે જેથી સરકાર દ્વારા સૌ પ્રથમ તો મૃતકના પરિવારને વળતર આપે અને આ વળતર પણ સરકારની તિજોરીમાંથી નહીં કોન્ટ્રાકટરે ચૂકવણી હુકમ કરે સાથે જ કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે થયેલ દુર્ઘટનામાં કોન્ટ્રાકટર સામે માનવ વધની ગુન્હો નોંધવા આદેશ થાય તો સાચા અર્થે મૃતકોને ન્યાય મળી શકે છે. તેવામાં હાલ બનેલી આ મોટી ઘટના છતાં પણ તંત્ર દ્વારા કોન્ટ્રાકર પર કોઈ કાર્યવાહી નહીં કરતા લોકોમાં પણ રોષ જોવા મળે છે.