રાજા મહારાજાઓ અને તેની પટ્ટરાણીઓ અંગે વિવાદિત નિવેદન આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
- Advertisement -
વિસાવદરમાં જિલ્લા ભાજપ પ્રમુખે વિવાદીન ટિપ્પણી કરી હતી જેના કારણે સમાજમાં વૈમનસ્ય ફેલાય એવી સ્થિતિ સર્જાઇ છે એમ કહીને આ મામલે જૂનાગઢ લોકસભા બેઠકના લોગપાર્ટીના ઉમેદવારે ચૂંટણી તંત્રને રજૂઆત કરી જિલ્લા ભાજપ પ્રમુખ સામે આચારસંહિતા ભંગ અંગે કાર્યવાહી કરવા માંગ ઉઠાવી છે.
હાલ પુરૂષોત્તમ રૂપાલાના નિવેદનને લઇને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે રાજા મહારાજાઓ અને તેની પટ્ટરાણીઓ અંગે વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ મુદ્દે વિાદ થતા જિલ્લા ભાજપ પ્રમુખે માફી માંગી હતી.
બીજી તરફ જૂનાગઢ લોકસભા બેઠકના લોગપાર્ટીના ઉમેદવારે ફરિયાદ ઉઠાવી છે કે આવા નિવેદનથી જ્ઞાતિ જ્ઞાતિવચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી સ્થિતી થાય છે અને રાજ્ય અને દેશમાં કાયદો વ્યવસ્થાની સ્થિતીને અસર થાય છે. આથી આવુ નિવેદન આપવા બદલ જિલ્લા ભાજપ પ્રમુખ સામે આચરસંહિતા ભંગ અંગેની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશ્નર અને સ્થાનિક ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે.