રન-વે નીચે ક્રોસ ટેકસી-વે: ગાડીઓ દોડશે
દિલ્હી એરપોર્ટ માટે શુક્રવારનો દિવસ ઐતિહાસીક રહ્યો હતો.એક બાજુ જયાં આ એરપોર્ટ ચાર રન-વે વાળુ દેશનું એકમાત્ર એરપોર્ટ બન્યુ છે તો બીજી બાજુ દેશનુ પ્રથમ ક્રોસ ટેકસી-વે પણ શુક્રવારે અવરજવર માટે ચાલુ થઈ ગયો હતો. એરપોર્ટમાં આયોજીત એક કાર્યક્રમમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયા
- Advertisement -
અને રાજયમંત્રી જનરલ વી.કે.સિંહે ઉદઘાટન કર્યું હતું.આ તકે સિંધીયાએ જણાવ્યું હતું કે સિવીલ એવિએશન ક્ષેત્રમાં આ ઐતિહાસીક દિવસ છે. અહી ચોથો રન-વે ખુલવાથી વિમાનોની ઉડાનમાં ઝડપ આવશે. હાલ અહી રોજના 1400 વિમાન ઉડાડવામાં આવે છે. હવે ચોથો વન-વે ખુલવાથી તેની સંખ્યા લગભગ બે હજાર થઈ જશે.
તેમણે જણાવ્યું હતું કે દુનિયાનાં 10 સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટસમાં દિલ્હીને આઈજીઆઈ એરપોર્ટ સામેલ છે. સિંધીયાએ જણાવ્યું હતું કે અહી મોટા વિમાનો આસાનીથી બન્ને બાજુ અવરજવર કરી શકશે. જયારે નીચે ગાડીઓ દોડતી નજરે પડશે જયારે વિમાન ઉપર ચાલતુ જોવા મળશે જેથી અનેક-પ્રકારનાં લાભ થશે.