ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ, ડિજિટલ એરેસ્ટ તથા બોસ સ્કેમના નામે લોકો સાયબર ક્રાઈમનો ભોગ બન્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
- Advertisement -
સાયબર ઠગોએ ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ, ડિજિટલ એરેસ્ટ તથા બોસ સ્કેમ જેવા અતિ સામાન્ય બની રહેલા સાયબર ગુનાઓ આચરીને આ વર્ષે અત્યાર સુધીમાં દિલ્હીવાસીઓને લગભગ 1000 કરોડમાં નવડાવ્યા છે.
2024 માં રાષ્ટ્રીય પાટનગરમાં છેતરપિંડીનો ભોગ બનેલાઓએ લગભગ 1100 કરોડ ગુમાવ્યા હતા, જે પૈકીની 10 ટકા રકમ સફળતાપૂર્વક બેન્કના ખાતાઓમાં સલામત રાખી શકાઈ હતી, જે કોર્ટના આદેશોના પગલે, ઠગાઈનો ભોગ બનેલાઓને દિલ્હી પોલીસે આ વર્ષે, બેન્કો સાથે સંકલન કરીને ઠગાઈમાં ગુમાવાયેલા નાણાના લગભગ 20 ટકા પૈસા બેન્કોના ખાતાઓમાં જમા રાખ્યા છે.
” લોકોને સાયબર ગુનાઓની માહિતી તુર્ત જ હેલ્પલાઈન નંબર 1930 પર આપવા સૂચવીએ છીએ. ઠગાઈનો ભોગ બનેલા વ્યક્તિ અમને ગુનાની માહિતી પૂરી પાડે તથા નાણાની લેવડ-દેવડની વિગતો જણાવે પછી અમે ઠગાઈવાળા નાણા બેન્કમાં જળવાઈ રહે એ માટેની ઠગાઈના નાણા ચૂકવાય નહિ ત્યાં સુધી મિલકતને કબજામાં રાખવાના હકસંબંધી પ્રક્રિયાનો પ્રારંભ કરીએ છીએ, એમ નાયબ પોલીસ કમિશનર (ઈન્ટેલિજન્સ ફયુઝન અને સ્ટ્રેટેજિક ઓપરેશન્સ) વિનિતકુમારે જણાવ્યું.”
ઈન્ટેલિજન્સ ફયુઝન અને સ્ટ્રેટેજિક ઓપરેશન્સ દિલ્હી પોલીસનું મુખ્ય સાયબર ગુના એકમ છે.
ભોગ બનેલાઓને ફરિયાદ નોંધાવવામાં તથા સાયબર ગુનાઓને લગતી તપાસ વિષે ધ્યાન રાખી શકાય એ માટે 24 કલાક સમર્પિત હેલ્પલાઈનો સક્રિય રહે છે.
બેન્કો એ પછી પૈસાની હેરાફેરીનું પગેરું મેળવે છે. જો પૈસા બેન્કિંગ સિસ્ટમમાં જ સચવાઈ રહ્યા હોય તો એને યથાવત્ જમા રાખે છે. એકવાર અદાલતી આદેશ મળે એ પછી એ રકમ, ભોગ બનેલાને પાછી આપી શકાય. પોલીસના મતાનુસાર, ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ, ડિજિટલ એરેસ્ટ અને બોસ સ્કેમ 2025 માં અતિ પ્રચલિત અને હાઈ-વેલ્યુ ફ્રોડ છે.