બૃજભૂષણ શરણ સિંહ અને કુસ્તીબાજો વચ્ચેનો મુદ્દો અટકવાનું નામ નથી લઈ રહ્યો. યૌન ઉત્પીડનના કેસમાં દિલ્હી પોલીસે કાર્યવાહી તેજ કરી છે.
છેલ્લા થોડા દિવસોથી એક મુદ્દો ચાલી રહ્યો છે જે અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ મુદ્દો ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહ અને કુસ્તીબાજો વચ્ચેનો છે અને બંને વચ્ચેનો આ વિવાદ હજુ પણ ચર્ચાનો વિષય છે.
- Advertisement -
રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બૃજભૂષણ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડનના કેસમાં દિલ્હી પોલીસે કાર્યવાહી તેજ કરી છે. દિલ્હી પોલીસની એક ટીમ સોમવારે રાત્રે લખનૌ અને ગોંડામાં બ્રિજભૂષણ સિંહના ઘરે પહોંચી હતી. SITએ બૃજભૂષણના ઘરે હાજર 12 લોકોના નિવેદન નોંધ્યા છે. આ સાથે જ દિલ્હી પોલીસે પુરાવા તરીકે બૃજભૂષણ સિંહના ઘર અને તેની સાથે કામ કરતા લોકોના નામ અને સરનામા અને ઓળખ કાર્ડ એકત્ર કર્યા છે.
જો કે આ તપાસ બાદ પોલીસ ટીમ દિલ્હી પરત ફરી હતી.
એ વાત તો છેલ્લા ઘણા સમયથી નોંધનીય છે કે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નેતૃત્વમાં તમામ કુસ્તીબાજોએ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે પ્રોટેસ્ટ કરી રહી છે અને આ રેસલર્સે બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.
- Advertisement -
21 એપ્રિલે 7 મહિલા કુસ્તીબાજોએ બૃજભૂષણ સિંહ વિરુદ્ધ કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદોના આધારે 28 એપ્રિલે દિલ્હી પોલીસે બૃજભૂષણ સિંહ વિરુદ્ધ બે કેસ નોંધ્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં 137 લોકોના નિવેદન નોંધ્યા છે.