મેવાતથી ઝારખંડ સુધી દરોડા પાડીને કરોડોની છેતરપિંડી પકડી હતી
દિલ્હી અને અન્ય રાજ્યોના રહેવાસીઓને ટાર્ગેટ કરતી સાયબર ક્રાઇમ ગેંગ પર દિલ્હી પોલીસે એક મહિનાના વિશેષ ઓપરેશન પછી 19 વ્યક્તિઓની ધરપકડ કરી છે.
- Advertisement -
શકમંદો ઓનલાઇન સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ્સ, ટેલિગ્રામ મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા બનાવટી વર્ક-ફ્રોમ-હોમ સ્કીમ્સ અને નકલી નંબરો સહિતની છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં સામેલ હતા.
બે ડઝન પોલીસ ટીમોએ એક સાથે મેવાત થી ઝારખંડ સુધીના અનેક સ્થળો પર દરોડા પાડ્યાં પછી આ સફળતા મળી હતી. ડીસીપી રોહિત મીનાના જણાવ્યાં અનુસાર, આરોપીઓની ઝારખંડના દેવઘર, ગિરિડીહ અને દુમકા, મધ્યપ્રદેશના રાજગઢ અને સિહોર, બિહારના સમસ્તીપુર અને રાજસ્થાનના અજમેર અને જોધપુર વગેરે સ્થળોએથી ધરપકડ કરવામાં આવી હતી. મીનાએ કહ્યું, “અમને રૂ. 6 કરોડથી વધુની છેતરપિંડીની 148 થી વધુ ફરિયાદો મળી હતી.”
પોલીસે એક 19 વર્ષીય મહિલાની એઆઈ ઈમેજો બનાવવા અને મોર્ફ કરેલાં એકાઉન્ટ્સ તેમજ એઆઈનો દુરુપયોગ કરવા બદલ ધરપકડ કરી હતી. મેવાતમાં સાયબર ક્રાઈમ મોડ્યુલનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી બે શકમંદો સાહિલ અને વારિસની ધરપકડ કરવામાં આવી હતી.
- Advertisement -
આ બંને સૈન્યના જવાનોની નકલ કરતાં હતાં અને લોકપ્રિય રિયલ એસ્ટેટ વેબસાઇટ્સ પર ભાડા માટે તેમની મિલકતોની યાદી આપતાં લોકોને નિશાન બનાવતા હતા. આ કેસમાં ફરિયાદી એરફોર્સના અધિકારી હતાં જેમણે પોતાનું ઘર ભાડે આપવા માંગતા હોય ત્યારે તેમની સાથે રૂ.2.3 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓએ પીડિતોને સમજાવવા માટે બનાવટી આઈડી, વોટ્સએપ મેસેજ અને ફોન કોલનો ઉપયોગ કર્યો હતો. એમ.એચ.એ પોર્ટલ પર વિવિધ રાજ્યોમાંથી 12 ફરિયાદો મળી હતી અને શંકાસ્પદ ખાતાઓમાં રૂ. 18 લાખથી વધુની રકમ મળી હતી .
અન્ય મોડ્યુલ નકલી ગ્રાહક સેવાઓમાં રોકાયેલું હતું. આ ગૃપના કિંગપિન કુંદન કુમાર દાસની ઝારખંડમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદી, જે આર્મી કર્મચારી પણ છે, તેને નકલી કસ્ટમર કેર બનીને લગભગ રૂ. 2 લાખની છેતરપિંડી કરી હતી. આરોપીઓ પીડિતાના મોબાઈલ ફોનની રીમોટ એક્સેસ લેતાં હતાં અને તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેતાં હતાં. તપાસકર્તાઓને એમ. એમ. એચ. એ પોર્ટલ પર વિવિધ રાજ્યોમાંથી 16 ફરિયાદો મળી હતી અને વિવિધ ખાતાઓમાં રૂ.1.1 કરોડથી વધુની રકમનો ખુલાસો થયો હતો. પર્દાફાશ કરાયેલા મોડ્યુલમાંથી એકે નકલી ઓનલાઈન રોકાણની તકો આપીને લોકોને છેતર્યા હતા. મુખ્ય આરોપી ચેતન નાયડુની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં ફરિયાદીને શેરબજારમાં ઓનલાઈન રોકાણ પર સારા વળતરની ખાતરી આપ્યાં બાદ 18 લાખ રૂપિયા ગુમાવ્યાં હતાં. આ વિશિષ્ટ મોડ્યુલની એમ.એચ.એ પોર્ટલ પર દેશભરમાંથી 40 ફરિયાદો મળી હતી. પોલીસને છેતરપિંડી કરનારના ખાતામાંથી 3.27 કરોડની રકમ મળી હતી. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રાલયના ટ્રાનસલેટરના કિસ્સામાં કેટલીક ધરપકડો પણ કરવામાં આવી હતી, જે ઘરેથી કામ કરતી એજન્સી દ્વારા છેતરપિંડી કરતી હતી. આ એજન્સીએ છેતરપિંડી લિંક દ્વારા બેંક વિગતો મેળવી હતી અને તેને તેના કામ માટે પૈસા ચૂકવવાને બદલે તેના ખાતામાંથી લાખોની રકમ ઉપાડી હતી.