23 વર્ષ જૂનાં વી.કે. સક્સેના માનહાનિ કેસમાં મોટી કાર્યવાહી, કોર્ટે બિનજામીનપાત્ર વૉરંટ જાહેર કર્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દિલ્હી પોલીસે સામાજિક કાર્યકર્તા મેધા પાટકરની ધરપકડ કરી છે. બુધવારે જ સાકેત કોર્ટે મેધા પાટકર વિરુદ્ધ બિનજામીનપાત્ર કલમ હેઠળ વોરંટ જાહેર કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ બાદ મેધા પાટકરને આજે સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 2001માં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા તેમના વિરુદ્ધ દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં તેમને દોષિત ઠેરવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. મંગળવારે મોડીરાત્રે દિલ્હી પોલીસે નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પરથી સામાજિક કાર્યકર્તા અને નર્મદા બચાવો આંદોલનનાં નેતા મેધા પાટકરની ધરપકડ કરી હતી. દિલ્હીની એક કોર્ટે એક જૂના કેસમાં તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. મેધા પાટકરને આજે સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ધરપકડ જામીનપાત્ર કલમો હેઠળ કરવામાં આવી છે. તેમને કોર્ટમાંથી જામીન મળે એવી શક્યતા છે. મેધા પાટકરની ધરપકડ એક જૂના કેસ સાથે સંબંધિત છે, જેમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (એલજી)એ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલો ઘણાં વર્ષો જૂનો છે. આમાં મેધા પાટકર પર કેટલાંક વિવાદાસ્પદ નિવેદનો અથવા પ્રવૃત્તિઓનો આરોપ છે. જોકે કેસની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. સૂત્રો કહે છે કે ફરિયાદ કોઈ આંદોલન અથવા જાહેર પ્રદર્શન સાથે સંબંધિત હોઈ શકે છે જેમાં મેધા પાટકર સામેલ હતા.
કોર્ટ દ્વારા જાહેર કરાયેલા બિનજામીનપાત્ર વોરંટના આધારે દિલ્હી પોલીસે મેધા પાટકરને નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી અટકાયતમાં લીધા હતા. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડ પ્રક્રિયા શાંતિપૂર્ણ રહી. ધરપકડ દરમિયાન મેધા પાટકરે કોઈ વિરોધ કર્યો ન હતો. આ કેસ જામીનપાત્ર કલમો સાથે સંબંધિત હોવાથી, કાનૂની નિષ્ણાતો માને છે કે તેને ટૂંક સમયમાં જામીન મળી શકે છે.
હાલના દિલ્હીના કૠ ટઊં સક્સેનાએ 23 વર્ષ પહેલાં આ કેસ દાખલ કર્યો હતો જ્યારે તેઓ ગુજરાતમાં એક ગૠઘના વડા હતા. એડિશનલ સેશન્સ જજ વિશાલ સિંહે 8 એપ્રિલે 70 વર્ષીય પાટકરને માનહાનિ કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને સારા વર્તનના પ્રોબેશન પર મુક્ત કર્યા હતા. આ સાથે, તેમના પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવાની શરત પણ લાદવામાં આવી હતી. 23 એપ્રિલે મામલો પાટકરની હાજરી પ્રોબેશન બોન્ડ રજૂ કરવા અને દંડની રકમ જમા કરાવવા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. વીકે સક્સેનાના વકીલ એડવોકેટ ગજિન્દર કુમારે જણાવ્યું હતું કે પાટકર ન તો કોર્ટમાં હાજર થયા કે ન તો કોર્ટના નિર્દેશોનું પાલન કર્યું. આ કેસમાં દિલ્હી પોલીસ કમિશનર દ્વારા પાટકર વિરુદ્ધ ગઇઠ (બિનજામીનપાત્ર વોરંટ) જાહેર કરવામાં આવ્યું છે. કોર્ટે શોધી કાઢ્યું કે દોષિત દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં મુલતવી રાખવા માટે પૂરતાં કારણો નહોતાં. ગજિન્દર કુમારે જણાવ્યું હતું કે જો દોષિત 3 મેના રોજ આગામી સુનાવણીની તારીખ સુધીમાં તેમના આદેશનું પાલન નહીં કરે, તો કોર્ટ 8 એપ્રિલના રોજ આપવામાં આવેલી હળવી સજામાં ફેરફાર કરવાનું વિચારશે. વિગતવાર આદેશની રાહ જોવામાં આવી રહી છે.
10 માસ પહેલાં જ મેધા પાટકરને પાંચ મહિનાની જેલ થઈ હતી
જુલાઈ, 2024માં મેધા પાટકરને 5 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. દિલ્હીની સાકેત કોર્ટે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં એક્ટિવિસ્ટને આ સજા આપવામાં આવી હતી. મેધા પાટકર પર લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ પ્રેસ રિલીઝ જારી કરવાનો અને આમ જનતામાં તેમની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો. એટલું જ નહીં, કોર્ટે મેધા પાટકરને વિનય સક્સેનાને 10 લાખ રૂપિયાની રકમ આપવાનો આદેશ આપ્યો હતો. જે તેમની બદનામીની ભરપાઈ માટે હતું. કોર્ટના નિર્ણય બાદ મેધા પાટકરની પ્રતિક્રિયા પણ આવી હતી. તેમણે કહ્યું, ’સત્યને ક્યારેય હરાવી શકાતું નથી. અમે કોઈને બદનામ કરવાનો પ્રયાસ કર્યો નથી. અમે માત્ર કામ કરીએ છીએ. અમે આ નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારીશું. મેધા પાટકર ‘નર્મદા બચાવો આંદોલન’ સાથે સંકળાયેલા છે. આ પહેલા કોર્ટે 7 જૂન, 2024માં થયેલી સુનાવણીમાં મેધા પાટકરને દોષિત જાહેર કર્યા હતા અને સજા માટે 1 જુલાઈની તારીખ નક્કી કરી હતી. અગાઉ, કોર્ટે કહ્યું હતું કે સક્સેનાને દેશભક્ત નહીં પરંતુ કાયર ગણાવતા અને હવાલા વ્યવહારમાં તેમની સંડોવણીનો આરોપ લગાવતું પાટકરનું નિવેદન માત્ર બદનક્ષી સમાન નથી, પરંતુ તે નકારાત્મક ધારણાને ઉશ્કેરવા માટે રચાયેલ છે.’