પયગંબર પર વિવાદિત ટિપ્પણી કર્યો પછી નૂપુર શર્માની મુશ્કેલીમાં વધારો થયો છે. નૂપુર શર્માના વિરૂદ્ધમાં બીજેપીએ કડક પગલા ભરતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ ત્યાર પછી તેમની અને પરિવારની સુરક્ષાની ચિંતા વધી ગઇ છે. આ વચ્ચે દિલ્હીની પોલીસની તરફથી તેમને સુરક્ષા આપવામાં આવી છે. જો કે નૂપુર શર્માએ તેમને મારવાની ધમકી મળી રહી હોવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે પોલીસએ તેમને સુરક્ષા આપી છે.
- Advertisement -
જો કે, દિલ્હી પોલીસની તરફથી પેહાલ પણ બીજેપીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને પયગંબરના વિરૂદ્ધમાં ટિપ્પણી કરવા માટે જાનથી મારી નાખવાની ધમકિઓ મળી હતી, જેથી તેમણે પોલીસમાં FIR દાખલ કરાવી હતી. એટલું જ નહીં, નૂપુર શર્માને તેમને મળેલી ધમકીઓ સામે સુરક્ષા આપવાની પણ માગણી કરી હતી.
વિવાદની વિગતો
બીજેપીના પૂર્વ પ્રવકતા નૂપુર શર્માએ એક ટીવી ડિબેટમાં પયંગબર પર વિવાદિત ટિપ્પણી કરી હતી. શર્માની આ ટિપ્પણી પછી વિવાદ છેક આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચી ગયો હતો. અરબના દેશોએ પણ શર્માની ટિપ્પણીની કડક નિંદા કરી હતી. કતાર સહિત કેટલાય અરબ દેશોએ આ બાબતે આપત્તિ દર્શાવતા બીજેપી એક્શનમાં આવી હતી.
બીજેપીએ નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દિધા હતા. બીજેપીએ એક પત્ર જાહેર કર્યો હતો, જેમાં તેમણે બીજેપી આવા કોઇ મૂળ વિચારને સમર્થન કરતી નથી, તેના વિરોધમાં છે, તેમ જણાવ્યું હતુ. આખરે નૂપુર શર્માએ પણ જાહેરમાં આ વિવાદિત નિવેદન બદલ માફી માંગી હતી.
- Advertisement -