ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હીની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ઓકિસજન પ્લાન્ટ લગાવવા માટે હવે દિલ્હી વિકાસ ઓથોરીટીની મંજુરીની જરૂર નહીં પડે.
કેટલાંક દિવસો વહેલા આવેલા સંકટને જોતા મંગળવારે મળેલી ઓથોરીટીની બેઠકમાં જ ઓકિસજન પ્લાન્ટ લગાવવા સંબંધી નિયમોમાં છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય અનુસાર 250 મીટરનાં ક્ષેત્રફળ કે તેનાથી ઓછી જગ્યામાં પ્લાન્ટ માટે ડીડીએની સાથે ફાયર વિભાગની મંજુરી પણ નહિં લેવી પડે.
જોકે બાકીની શરતો પહેલાની જેમ જ માનવામાં આવશે. વાહન પાર્કીંગ મંજુર: બેઠકમાં ઈદગાહ રોડ પર 13 હજાર વાહનોના પાર્કીંગ માટે 2.16 હેકટર ભૂમિના ઉપયોગમાં ફેરફારને પણ મંજુરી અપાઈ છે. બજારમાં મહાનગર પાલિકાની માલિકીવાળા 26,198 વર્ગ મીટર ક્ષેત્રનો વિકાસ કરવામાં આવશે. તેમાં ભૂમિગત ઈન્ટરચેન્જ મેટ્રો સ્ટેશન અને ત્રણ માળ પર વ્યાવસાયિકપરિસર અને 6 માળ પર બહુમાળી પાર્કીંગ બનશે.દુકાનદારોને ક્ધવર્ઝન ચાર્જથી પણ મુકિત અપાય છે. એમ્બ્યુલન્સ માટે જગ્યા છોડવી:ઓથોરીટીએ જણાવ્યું છે કે ઓકિસજન પ્લાન્ટ હોસ્પિટલોમાં એ બાજુ લગાવવામાં આવે જયાં કમ સે કમ 6 મીટર પહોળી જગ્યા હોય જેથી ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ જેવા વાહનોને નિકળવામાં કોઈ સમસ્યા પેદા
ન થાય.