ભારત માટે આ ગંભીર ચિંતાનો વિષય છે કે, દિલ્હી સતત ચોથા વર્ષે દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઇ છે. ત્યારબાદ ઢાકા (બાંગ્લાદેશ), નજામિના (ચાડ) અને મસ્કટ (ઓમાન) છે. સૌથી વધુ પ્રદૂષિત શહેરોની વાત કરીએ તો પ્રથમ સ્થાન પર ભિવાડી અને બીજા ક્રમ પર ગાજિયાબાદ છે. તો બીજી તરફ ત્રીજા નંબર પર ચિનના શિનજિયાંગ રીઝનનો ઉત્તર-પશ્વિમી શહેર હોટન છે. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2021 માં આ વાત કહેવામાં આવી છે. 6,475 શહેરોના પોલ્યૂશન ડેટા સર્વેમાં એ પણ ખબર પડી છે કે એક પણ શહેર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એર ક્વોલિટી સ્ટાડર્ડ્સમાં ખરું ઉતર્યું નથી અને કોવિડ સંબંધી ઘટાડા છતાં કેટલાક વિસ્તારોમાં સ્મોગ છે. ફક્ત ન્યૂ કેલેડોનિયા, યૂએસ વર્જિન આઇસલેંડ્સ અને પ્યુર્ટો રિકો ઠઇંઘ ઙખ2.5 એર ક્વોલિટી ગાઇડલાઇન્સ પર ખરા ઉતર્યા છે.
રિપોર્ટ અનુસાર ઉત્તર ભારતની સ્થિતિ સૌથી ખરાબ છે. દિલ્હી દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની છે. જેમાં ગત વર્ષની તુલનામાં લગભગ 15 ટકા વધારો થયો છે. અહીં વાયુ પ્રદૂષણનું સ્તર ડબ્લ્યૂએચઓની સેપ્ટી લિમિટથી લગભગ 20 ગણું વધારે હતું, જેમાં વાર્ષિક સરેરાશ માટે પીએમ2.5 96.4 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતું. સેફટી લિમિટ 5 છે.
- Advertisement -
દિલ્હીનું વાયુ પ્રદૂષણ વિશ્વ સ્તર પર ચોથા ક્રમ પર છે. દુનિયાનું સૌથી પ્રદૂષણ સ્થાનનું ભિવાડી છે. ત્યારબાદ દિલ્હીની પૂર્વી સીમા પર ઉત્તર પ્રદેશનો ગાજિયાબાદ જિલ્લો. ટોપ 15 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 10 ભારતમાં છે અને સૌથી વધારે રાષ્ટ્રીય રાજધાનીની આસપાસ છે. ટોપ 100 સૌથી પ્રદૂષિત સ્થળોની યાદીમાં ભારતનો 63 ક્રમ છે. અડધાથી વધુ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં છે.
2021 માં વૈશ્વિક વાયુ ગુણવત્તાની સ્થિતિનું અવલોકન પ્રસ્તુત કરનાર આ રિપોર્ટ, 117 દેશોના 6,475 શહેરોના પીએમ 2.5 વાયુ ગુણવત્તા ડેટા પર આધારિત છે. રિપોર્ટ અનુસાર સૌથી પ્રદૂષિત રાજધાની શહેરોમાં ઢાકા બાદ દિલ્હીના બીજા સ્થાન પર છે. ત્યારબાદ ચાડમાં એન’જાનેમા, તાજિકિસ્તાનમાં દુશાંબે અને ઓમાનમાં મસ્કટ છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાના સૌથી 50 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 35 ભારતમાં છે. દેશમાં પીએમ 2.5 નું વાર્ષિક સરેરા સ્તર 2021 માં 58.1 માઇક્રોગ્રામ પ્રતિ ઘ મીટર પર પહોંચી ગયું, જેથી તેમાં ત્રણ વર્ષમાં નોંધાયેલો સુધારો અટકી ગયો છે.