દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને પડકારતી અરજીને અયોગ્ય ગણાવીને ફગાવી દીધી અને કહ્યું અગ્નિપથ યોજના રાષ્ટ્રીય હિતમાં.
કેન્દ્ર સરકારને દિલ્હી હાઈકોર્ટમાંથી અગ્નિપથ યોજનાના મામલામાં મોટી રાહત મળી હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને પડકારતી અરજીને અયોગ્ય ગણાવીને ફગાવી દીધી હતી. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે સોમવારે આ નિર્ણય આપ્યો હતો.
- Advertisement -
દિલ્હી હાઇકોર્ટમાં અગાઉ કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને પડકારતી અરજી થઈ હતી. જોકે હવે કોર્ટે અરજી ફગાવી દઈ કીધું કે, અગ્નિપથ યોજના રાષ્ટ્રીય હિતમાં છે અને તે આપણા સશસ્ત્ર દળોને સુધારવા માટે લાવવામાં આવી છે. નોંધનીય છે કે, દિલ્હી હાઈકોર્ટે ગયા વર્ષે 15 ડિસેમ્બરે ચુકાદો અનામત રાખ્યો હતો.
Delhi High Court dismisses petitions challenging the Agnipath scheme for the recruitment of Agniveers in the armed forces pic.twitter.com/CJaZ9NOfPy
— ANI (@ANI) February 27, 2023
- Advertisement -
ક્યારે શરૂ થઈ અગ્નિપથ યોજના
સશસ્ત્ર દળોમાં યુવાનોની ભરતી કરવા માટે ગયા વર્ષે 14 જૂને અગ્નિપથ યોજના શરૂ કરવામાં આવી હતી. યોજનાના નિયમો અનુસાર 17½ થી 21 વર્ષની વયજૂથના લોકો અરજી કરવા પાત્ર છે અને તેઓને ચાર વર્ષની મુદત માટે આવરી લેવામાં આવશે. યોજના હેઠળ, તેમાંથી 25 ટકા નિયમિત કરવામાં આવશે.