જો દિવાળી પહેલા આ હાલ તો દિવાળી પછી કેવા હાલ થશે
દિલ્હીમાં પ્રદુષણ 349 એકયુઆઇને પાર : લોકો વાહનનો ઉપયોગ ઓછો કરે તે માટે બસ અને મેટ્રોના ફેરા સરકારે વધારી દીધા
- Advertisement -
દિલ્હી-એનસીઆરમાં બુધવારે પ્રદુષણ સ્તર ખુબ જ ખરાબ નોંધાયું. દિવાળી પહેલા જ દિલ્હી ગેસ ચેમ્બર બનવા તરફ આગળ વધી રહ્યું છે. જો દિવાળી પહેલા આ હાલત હોય તો દિવાળીએ અને દિવાળી પછી કેવી હાલત હશે તેની કલ્પના નથી કરી શકાતી.
મંગળવારે દિલ્હીનું એકયુઆઇ સોનીપત બાદ દેશની સૌથી વધુ નોંધાયું હતું. દેશના રપર કેન્દ્રોમાં મંગળવાર સોનીપત, દિલ્હી અને શ્રી ગંગાનગરમાં એકયુઆઇ બેહદ ખરાબ રહ્યું હતું. સમસ્યાને જોતા દિલ્હી સરકારે પાણીના છંટકાવ સહિત બીજા ઉપાયો તેજ કરવાના નિર્દેશ આવ્યા હતા સાથે સાથે માર્ગો પર આજે હવામાં ધુળના કણ અને ઝેરીલા ગેસોની માત્રા પણ વધી ગઇ છે. રાજધાનીમાં વાયુ ગુણવતા ખુબ જ ખરાબ સ્તરે પહોંચી ગઇ છે.
એકયુઆઇ 349 પર પહોંચી ગયું છે. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે દિવાળી પહેલા આટલું પ્રદુષણ છે. લોકો પરેશાન છે અને સરકારે કંઇક ઉપાય કરવા જોઇએ. વાહનો ઘટાડવા માટે પર્યાવરણ મંત્રીએ ડીટીસી અને મેટ્રોની ફ્રીકવન્સી અને ફેરા વધારવાના નિર્દેશ આપ્યા છે.
- Advertisement -
આદેશ બાદ ડીટીસીએ ફ્રીકવન્સી વધારી દીધી છે. જયારે મેટ્રોએ 40 ફેરા વધારી દીધા છે અને મેટ્રોને વધુ ફેરા વધારવાનું કહી દેવામાં આવ્યું છે. ડોકટરોએ લોકોને સવારે-સાંજે બહાર ન જવાની સલાહ આપી છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં ખતરનાક પ્રદુષણ સ્તર નોંધાયું હતું. સાંજે 7 વાગ્યે આનંદ વિહારમાં એકયુઆઇ 414 નોંધાયુ હતું. પ્રદુષણ નિવારવા દિલ્હીમાં સફાઇ માટે એમસીડીએ 6200 સફાઇ કામદારોને લગાડી દીધા છે.
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે સરકારી વિભાગે પ્રાઇવેટ એજન્સી, કન્સ્ટ્રકશન સાઇટને નિર્દેશ આપવામાં આવ્યો છે કે રાતની ડયુટી પર તૈનાત સિકયોરીટી ગાર્ડને હિટર ઉપલબ્ધ કરાવે જેથી તેઓ ઠંડીમાં ખુલ્લામાં બાયોમાસ ન સળગાવે તો ડોકટરોએ લોકોને સાંજે અને સવારે બહાર ન નીકળવાની સલાહ આપી છે. જો બહાર જવું જ પડે તો માસ્ક પહેરવું.