દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઇડીએ ફરી એક વખત સમન્સ મોકલ્યું છે. ઇડીની તરફથી આ ચોથું સમન્સ મોકલવામાં આવ્યું છે. ઇડીએ કેજરીવાલને દારૂ ઘોટાળામાં પુછપરછ માટે બોલાવ્યા છે. કેજરીવાલે 18 જાન્યુઆરીના ઇડીની સામે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
જણાવી દઇએ કે, કેજરીવાલના નામે ત્રણ સમન જાહેર કર્યા પછી ઇડીની સામે હાજર થયા નથી. જેમાં પહેલા ઇડીએ 2 નવેમ્બર, 3 જાન્યુઆરીના સમન જાહેર કરીને કેજરીવાલને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ કેજરીવાલ પુછપરછમાં હાજર થયા નથી. હવે જોવાનું રહ્યું કે, ચોથું સમન જાહેર કર્યા પછી કેજરીવાલ હાજર થાય છે કે નહીં.
- Advertisement -
આ પહલા, ત્રીજા સમન પછી આમ આદમી પાર્ટીની તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી કે તેઓ ઇડીને સહયોગ કરવા માંગે છે, પરંતુ ઇડીનું આ સમન રાજનીતિ સાથે જોડાયેલું છે. જો કે, અત્યાર સુધી આપની તરફથી કોઇ પ્રતિક્રિયા આપી નથી.
#WATCH | On ED summon to Delhi CM Arvind Kejriwal, BJP leader Bansuri Swaraj says, "…It is shameful that CM Arvind Kejriwal is running away from an investigation…Anyone must join the investigation if ED has sent a summon…If you are honest then you must join the… pic.twitter.com/R34yEPWLfA
— ANI (@ANI) January 13, 2024
- Advertisement -
આ પહેલા, ઇડીના સમન પર આપના નેતાઓએ દાવો કર્યો હતો કે, તેઓ બધા કેજરીવાલની ધરપકડ કરવાની ફિરાકમાં છે. તેઓ પુછપરછના બહાને ધરપકડ કરવા માંગે છે. જો ઇડીને પુછપરછ કરવી હોય તો તેઓ પોતાના પ્રશ્નો લખીને મોકલી શકે છે.
આ પહેલા 4 જાન્યુઆરીના આપના કેટલાક નેતાઓએ દાવો કર્યો હતો કે, તેમને સુચના મળી છે કે, ઇડી કેજરીવાલના રહેઠાણ પર રેડ પાડીને કેજરીવાલની ધરપકડ કરી શકે છે. દિલ્હી સરકારના મંત્રી આથિશી, સૌરભ ભારદ્વાજ અને રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે, આજે ઇડી કેજરીવાલના રહેઠાણ પર રેડ પાડીને તેમની ધરપકડ કરી શકે છે.