દારુ કૌભાંડમાં ફસાયેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા અને મની લોન્ડરીંગ કેસમાં પહેલેથી જ જેલમાં બંધ સત્યૈન્દ્ર જૈનેએ હોદ્દા પરથી રાજીનામા આપ્યા બાદ તેમના ખાતા અન્ય મંત્રીઓને સોંપાયા છે
દિલ્હી સરકારના બે મંત્રીઓએ રાજીનામા ધરી દીધા છે. તાજેતરમાં દારુ કૌભાંડમાં ફસાયેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા અને મની લોન્ડરીંગ કેસમાં પહેલેથી જ જેલમાં બંધ સત્યૈન્દ્ર જૈને તેમના હોદ્દા પરથી રાજીનામા આપી દીધાં છે.ત્યારે રાષ્ટ્રપતિએ પણ બંન્ને રાજીનામાં સ્વીકારી લીધા છે. ત્યારે આ બંન્ને મંત્રીના ખાતા અન્યને સોપાયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મનીષ સિસોદિયાનો વિભાગ મંત્રી કૈલાશ ગેહલોત અને રાજકુમાર આનંદ આપવામાં આવ્યા છે. તેમજ કૈલાશ ગેહલોત આ વર્ષે દિલ્હી સરકારનું બજેટ રજૂ કરશે. કૈલાશ ગેહલોતને નાણા મંત્રાલયની જવાબદારી પણ સોંપવામાં આવી છે તેવી પાપ્ત વિગતો છે.
- Advertisement -
કૈલાશ ગેહલોત ક્યાં ખાતા સોંપાયા
નાણાં, યોજના, લોક નિર્માણ વિભાગ, સિંચાઈ અને પૂર નિયંત્રણ, પાણી, ઘર, ઉર્જા
રાજકુમાર આનંદ ક્યા ખાતા સોંપાયા
શિક્ષણ, માર્ગ અને મકાન, જાગૃતિ, શ્રમ અને રોજગાર, આરોગ્ય, ઉદ્યોગ, કલા સંસ્કૃતિ અને ભાષા, સેવાઓ, પ્રવાસન
સિસોદીયાને બેવડો ફટકો
દિલ્હીની નવી આબકારી નીતિ ગેરરીતિ કેસમાં સિસોદીયા ગઈકાલથી સીબીઆઈની કસ્ટડીમાં છે. સુપ્રીમે પણ તેમને જામીન માટે હાઈકોર્ટ જવાનું કહી દીધું છે. સીબીઆઈ દ્વારા આરોપી બનાવાયેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાએ તેમના રિમાન્ડને સુપ્રીમમાં પડકાર્યાં હતા જેની પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાનીવાળી ખંડપીઠે સુનાવણી યોજી હતી. ખંડપીઠે સિસોદીયાને કહ્યું કે તમારે જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક સાધવો જોઈએ. સિસોદીયા પાસે ઘણા કાનૂની વિકલ્પો ઉપલબ્ધ છે.
- Advertisement -
મનીષ સિસોદિયાની ઓફિસ પર રેડ
આ ઘટના બાદ નવેમ્બરનાં અંતમાં CBI 7 લોકો વિરૂદ્ધ આ કેસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. 30 નવેમ્બરનાં રોજ અમિત અરોરા કે જેઓ મનીષ સિસોદિયાનાં નજીકી હતાં, તેમની ધરપકડ કરવામાં આવી હચી. એટલું જ નહીં 14 જાન્યુઆરી 2023નાં રોજ ડેપ્યૂટી CM મનીષ સિસોદિયાની ઓફિસ પર પણ રેડ પાડવામાં આવી અને તેમનું કમ્પ્યૂટર પણ જપ્ત કરવામાં આવ્યું.
ફેબ્રુઆરી મહિનામાં થઈ પૂછપરછથી લઈને રાજીનામાંની ઘટના
ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ તો 19 ફેબ્રુઆરી 2023નાં રોજ CBIએ મનીષ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવ્યાં પરંતુ દિલ્હીનું બજેટ બનાવવાની જવાબદારી અંગે વાત કરીને તેમણે CBI પાસે અન્ય તારીખે પૂછપરછ કરવાની માગ કરી હતી. 26 ફેબ્રુઆરીનાં રોજ CBIની ઓફિસ મનિષ સિસોદિયા પૂછપરછ માટે પહોંચ્યાં અને 9 કલાકની ઈન્ક્વાયરી બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા આજે 28 ફેબ્રુઆરીનાં રોજ AAPનાં 2 મંત્રીઓ મનિષ સિસોદિયા અને જેલમાં બંધ સત્યેન્દ્ર જૈને પાર્ટીથી રાજીનામું આપ્યું.