ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.20
દિલ્હી કેપિટલ્સે ઈંઙકની આગામી સિઝન માટે ઋષભ પંતની કેપ્ટન તરીકે નિમણૂક કરી છે. ફ્રેન્ચાઇઝીએ મંગળવારે તેની સત્તાવાર જાહેરાત કરી છે.ઋષભ પંત લગભગ 14 મહિના પછી ક્રિકેટમાં પરત ફરી રહ્યો છે . રિષભ પંતે ડિસેમ્બર 2022 થી સ્પર્ધાત્મક ક્રિકેટ રમી નથી. ડિસેમ્બર 2022 માં દિલ્હી-દેહરાદૂન હાઈવે પર એક ભયાનક કાર અકસ્માત પછી, પંતને 22 માર્ચથી શરૂ થતી ઈંઙકમાં રમવાની મંજૂરી આપવામાં આવી હતી. દિલ્હી કેપિટલ્સના ચેરમેન અને સહ-માલિક પાર્થ જિંદાલે જણાવ્યું હતું કે, “અમને અમારા કેપ્ટન તરીકે રિષભનું સ્વાગત કરવામાં આનંદ થાય છે.” ક્રિકેટમાં તેની ધીરજ અને નિર્ભયતા હંમેશા મહત્વની રહી છે.