મિચેલ સ્ટાર્કે મેચ ટાઈ કરાવી હતી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
- Advertisement -
દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને IPLના 18મા સીઝનના પ્રથમ સુપર ઓવરમાં હરાવી દીધું. અરુણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 11 રન બનાવ્યા. દિલ્હી તરફથી કેએલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સે સંદીપ શર્મા સામે 4 બોલમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો.અરુણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાને બોલિંગ પસંદ કરી. દિલ્હીએ 5 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા. રાજસ્થાન પણ 4 વિકેટના નુકસાન પર 188 રન જ બનાવી શક્યું. મિચેલ સ્ટાર્કે 20મી ઓવરમાં શિમરોન હેટમાયર અને ધ્રુવ જુરેલ સામે 9 રન ડિફેન્ડ કરતા મેચ ટાઈ કરાવી હતી.રાજસ્થાન તરફથી નીતિશ રાણા અને યશસ્વી જયસવાલ બંનેએ ફિફ્ટી ફટકારી. કેપ્ટન સંજુ સેમસન 31 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો.
જોફ્રા આર્ચરે 2 વિકેટ લીધી. દિલ્હી તરફથી અભિષેક પોરેલે 49 રન બનાવ્યા. કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને મિચેલ સ્ટાર્કે 1-1 વિકેટ લીધી.દિલ્હી તરફથી સુપર ઓવરમાં કેએલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સ બેટિંગ કરવા આવ્યા. રાજસ્થાન તરફથી સંદીપ શર્મા બોલિંગ કરવા આવ્યો. રાહુલે પહેલા બોલ પર 2 રન લીધા. તેણે બીજી બોલ પર ચોગ્ગો ફટકાર્યો. ત્રીજા બોલ પર સિંગલ આવ્યો. સ્ટબ્સે ચોથા બોલ પર છગ્ગો ફટકાર્યો અને ટીમને જીત અપાવી. સુપર ઓવરમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરી. ટીમે 5 બોલમાં 11 રન બનાવ્યા અને બંને વિકેટ ગુમાવી દીધી. દિલ્હી તરફથી મિચેલ સ્ટાર્કે પ્રથમ ઓવર ફેંકી. રિયાન પરાગ અને યશસ્વી જયસવાલ રન આઉટ થયા. શિમરોન હેટમાયરે 6 રન બનાવ્યા.
સંજુ સેમસને મેદાન છોડવું પડ્યું
રાજસ્થાનની ઈનિંગ દરમિયાન ઈજાના કારણે સંજુ સેમસનને મેદાન છોડવું પડ્યું હતું. તેણે વિપરાજ નિગમની છઠ્ઠી ઓવરના પહેલા બોલ પર ફોર અને પછી સિક્સર ફટકારી હતી. ત્યારે તે દર્દમાં જોવા મળ્યો હતો ફિજિયોને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ પછીનો બોલ રમ્યા બાદ તે રિટાયર હર્ટ થયો હતો.