લલિત અને અક્ષરે 5 ઓવરમાં અણનમ 75 રન ભાગીદારીએ બાજી પલ્ટી : 3 વિકેટ લેનાર કુલદિપ યાદવ મેન ઓફ ધ મેચ
લલિત યાદવ (38 બોલમાં 48*) અને અક્ષર પટેલે (17 બોલમાં 38*) પાંચ ઓવરમાં અણનમ 75 રનની ભાગીદારી કરતાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામેની આઇપીએલ ટી-20માં 4 વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો હતો. જીતવા માટેના 178 રનના ટાર્ગેટનો પીછો કરતાં દિલ્હીએ 9.4 ઓવરમાં 72 રનમાં ચાર વિકેટ ગુમાવી ત્યારે તેમની હાર નિશ્ચિત લાગતી હતી. જોકે લલિત અને અક્ષરની જોડીએ આક્રમક બેટીંગને સહારે બાજી પલ્ટી નાંખી હતી. દિલ્હીએ 18.2 ઓવરમાં જ છ વિકેટે 179 રન કરતાં મેચ જીતી લીધી હતી. અગાઉ મુંબઈએ પાંચ વિકેટે 177 રન કર્યા હતા. કુલદીપ યાદવે ત્રણ અને ખલીલ અહમદે બે વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: પંજાબે 206નો ટાર્ગેટ ચેઝ કરી બેંગ્લોરને પાંચ વિકેટથી હરાવ્યું.
https://khaskhabarrajkot.com/2022/03/28/punjab-chased-a-target-of-206-and-defeated-bangalore-by-five-wickets/


