દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટના અમલની અત્યંત કંગાળ સ્થિતિ : તમામ વિલંબમાં ચાલે છે
માર્ગ બાંધકામના પ્રોજેકટ પૂરા થયા નથી ત્યાં જ બજેટ 38 હજાર કરોડ વધી ગયું: રેલ્વેની પણ તેવી જ હાલત: પાવર પ્રોજેકટમાં સૌથી વધુ વિલંબ: 77 હજાર કરોડ વધુ ફાળવવા પડયા: બાબુશાહી મુખ્ય કારણ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
દેશમાં એક તરફ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ માટે જંગી ફાળવણી અને નવા નવા પ્રોજેકટના લોન્ચીંગ વચ્ચે પણ એક વખત આ પ્રકારના પ્રોજેકટના પ્રારંભ બાદ તે ભાગ્યેજ તેની સમય મર્યાદા અને બજેટમાં પૂરા થાય છે અને તે સમગ્ર દેશમાં આ પરિસ્થિતિ છે તે વચ્ચે હાલમાં જ એક જાહેર થયેલા રીપોર્ટમાં જણાવાયું છે કે, મહત્વના રેલ્વે, પેટ્રોલીયમ, નાગરીક ઉડયન, પાવર, સંદેશા વ્યવહાર સહિતના ક્ષેત્રોના ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટના વિલંબથી તેના બજેટમાં 2.89 લાખ કરોડ જેવો જંગી વધારો થઈ રહ્યો છે.
જે પ્રોજેકટના કુલ ખર્ચ કરતા 11 ટકા વધુ છે અને તે પછી પણ હજુ આ પ્રોજેકટ કયારે પૂરા થશે તેની કોઈ મર્યાદા નિશ્ચિત નથી. હાલ દેશમાં આ પ્રકારે રૂા.150 કરોડ કે તેથી વધુના જે પ્રોજેકટ ચાલુ છે તેનો કુલ ખર્ચ 30 લાખ કરોડ જેવો અંદાજાયો છે.
જેમાં રોડના રૂા.7.3 લાખ કરોડ, રેલ્વે, પેટ્રોલીયમ, ઉર્જાના દરેકના રૂા.60 હજાર કરોડ, ઉપરાંત આ પ્રકારના અન્ય હાઈવેના પ્રોજેકટ રૂા.38 હજાર કરોડના ચાલુ છે અને તેનો કુલ બજેટ રૂા.26.86 લાખ કરોડનું અંદાજાયું હતું જે હવે રૂા.29.75 લાખ કરોડનું થયું છે. જેમાં મહારાષ્ટ્રમાં રૂા.1.18 લાખ કરોડના પ્રોજેકટ પ્રથમ ક્રમે છે. માર્ગ બાંધકામના અલગ અલગ પ્રોજેકટમાં રૂા.7.30 લાખ કરોડનું મુખ્ય બજેટ વધીને હવે રૂા.7.68 લાખ કરોડનું થયું છે. રેલ્વેના 5.81 લાખ કરોડના બજેટનો કુલ ખર્ચ વધીને રૂા.6 લાખ કરોડનો થયો છે. પેટ્રોલીયમ સહિતના પ્રોજેકટની પણ આજ પ્રકારની હાલત છે.
સૌથી વધુ વિલંબ પાવર પ્રોજેકટમાં નોંધાયો છે. જેમાં 3.76 લાખ કરોડનો અંદાજીત ખર્ચ હવે 4.54 લાખ કરોડનો થઈ ગયો છે અને હજુ પ્રોજેકટ પૂરા થશે ત્યારે તેનાથી પણ વધુ ખર્ચ થવાની ધારણા છે.