હું તમારો સમય બિલકુલ બરબાદ કરવા માંગતો નથી કારણકે… એ બહુ કિંમતી છે. તેથી જ શરૂઆત ખરાબ ખબરથી કરીએ. શું તમે તૈયાર છો ?… હવે એ દિવસો નથી રહ્યાં કે એક પ્રોફેશ્નલ પોતાના કામકાજની દુનિયાને છોડીને થોડીક મૌજમસ્તી કરે. પોતાની સામાજીક દુનિયામાં ખોવાઈ જાય. થોડી આળસ કરી લે અને કેરિયરના સ્થિર ગ્રોથ (વિકાસ) વિષે બેઠાં બેઠાં વિચારે
શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
પુસ્તકની ભૂમિકામાં જ લેખકે ઉપર લખેલા શબ્દો ટાંક્યા છે, જે સાબિત કરે છે કે, સ્કીલ ઈટ, કીલ ઈટ : અપ યોર ગેમ પુસ્તકમાં રોની સ્ક્રૂવાલાએ નેચરલી, અનુભવ સમૃદ્ઘ વાત કરી હશે અને ખરેખર છે એવું જ છે. પહેલાં યુટીવી અને હવે આરએસવીપી કંપની દ્વારા સ્વદેશ, રંગ દે બસંતી જેવી પચાસથી વધુ ફિલ્મો અને ટીવી સિરિયલ બનાવીને પોતાની જાતને સાબિત કરી ચૂકેલાં પારસીબાબા રોની સ્ક્રૂવાલાએ પોતાનું યુટીવી કલ્પનાતીત ભાવે ડિઝની ગૃપને વેચ્યું ત્યારે એ બે્રકીંગ ન્યુઝ બન્યાં હતા. એ પછી તેમણે આરએસવીપી બેનર હેઠળ ફિલ્મ બનાવવાનું શરૂ ર્ક્યું. એ ઉપરાંત પણ રોની સ્ક્રૂવાલા અનેક બિઝનેસ કરે છે. ફોર્ચ્યુન મેગેઝિન એક વખત તેને ભારતના પચ્ચીસ ધનકુબેરોમાં પણ સામેલ કરી ચૂક્યું છે પણ…
આપણે વાત રોની સ્ક્રૂવાલાના બીજા પુસ્તક સ્કીલ ઈટ, કીલ ઈટની કરવી છે, જેમાં તેમણે લાઈફ લોંગ લેસન અને સોફટ સ્કીલની મહત્તા સમજાવી છે. સ્કૂલ કોલેજમાં આપણે ક્તિાબી કીડા જેવા વિદ્યાર્થી જોયાં છે. એમનામાં બીજી કોઈ લાયકાત કે વિશિષ્ઠતા આપણને દેખાઈ નહોતી પણ પરિણામોમાં તે અવ્વલ નંબરે પાસ થતા હતા. આપણે એવા દોસ્ત કે વિદ્યાર્થી પણ જોયાં છે કે ભણવામાં શિસ્તબદ્ઘ કે હોંશિયાર નહોતા છતાં આડાટેઢા સવાલો કરતાં. તેમનો આત્મવિશ્ર્વાસ ગજબનો હતો. આ બન્ને પ્રકારના વિદ્યાર્થી (યા તમારા દોસ્ત) ઓમાં તમે જોયું હશે કે હોંશિયાર વ્યક્તિ ક્યાંક નોકરી કરતો હશે અને ભણવામાં બેદરકાર વિદ્યાર્થીએ સારી એવી પ્રગતિ કરી હશે. આવું કેમ ? જવાબ છે, સોફટ સ્કીલ. દરેક પેરેન્ટસ પોતાના બચ્ચાંઓ ભણીગણીની ડિગ્રી મેળવી લે તેને જીવનનું અંતિમ અને સફળ લક્ષ્ા માનતા હોય છે પણ વાસ્તવિક્તા એ છે કે ડિગ્રી મેળવી લેવી, એ અંત નથી, એક સંઘર્ષ અને ટેન્સ યાત્રાનો શુભારંભ હોય છે. ડિગ્રી મેળવી લીધા પછી નોકરી કરો કે બિઝનેસ… એવી અનેક બાબતો એવી છે કે જે તમનેડગલેને પગલે આગળ વધવામાં ઉપયોગી થતી હોય છે પણ… અફસોસ કે એ શાળા / કોલેજમાં ભણાવવામાં આવતી નથી. રોની સ્ક્રૂવાલાએ આ પુસ્તકમાં એ સોફટ સ્કીલની વાત કરી છે, જે ખરેખર લાઈફ લોંગ ચાલનારુ ંલેસન છે
- Advertisement -
સ્કીલ ઈટ, કીલ ઈટ : અપ યોર ગેમ પુસ્તકનો પ્લસ પોઈન્ટ એ પણ છે કે રોની સ્ક્રૂવાલાએ આ પુસ્તક પોતાના જાત અનુભવના નિચોડ પરથી તો લખ્યું જ છે, પરંતુ સાથોસાથ તેમણે નીતિ આયોગના અધ્યક્ષ્ા અમિતાભ કાંત, આરપીજી ગૃપના ચેરમેન હર્ષ ગોએન્કા, બાયોકોન લિમિટેડની ચેરપર્સન કિરણ મજૂમદાર, ઓયોના સ્થાપક રિતેશ અગ્રવાલ, હિન્દુસ્તાન યુનિલીવરના ચેરમેન સંજીવ મહેતા, પેટીએમના સ્થાપક વિજય શેખર શર્મા સાથે સોફટ સ્કીલ બારામાં વાતચીત પણ કરી છે અને તેમના અભિપ્રાયને પણ પુસ્તકમાં ટાંક્યા છે. નોકરી કરનારાં મોટાભાગના લોકોને ફરિયાદ કરવાની આદત હોય છે અને મોટાભાગે તેમને ખબર હોય છે કે, કંપનીમાં શું ખોટું થઈ રહ્યું છે… સીઈઓ કે કર્મચારીના આવા એટિટયૂડ વિષે પેટીએમ એપના માલિક વિજય શેખર શર્મા કહે છે કે, ફરિયાદ સાંભળવા માટે આપણે કોઈને નોકરી પર રાખતાં હોતા નથી અને કંપનીમાં શું ખોટું થઈ રહ્યું છે, એ પણ માલિકને ખબર જ હોય છે. બહેતર વાત એ ગણાય કે મારી કર્મચારી મને કોઈ ઉકેલ સૂચવે યા પોતાનું કામ શ્રેષ્ઠ રીતે કરે
એ વાત તો તમે પણ સ્વીકારશો કે તમારો કર્મચારી સતત કમ્પ્લેન કરતો રહે યા ખોટી રીતે થતાં કામને દેખાડતો રહે તો તમારા માટે એ સમયની બરબાદીથી વિશેષ કશુંનથી પણ કોઈ કર્મચારી આવીને ઉકેલની વાત કરશે તો તમે નિશંક તેને ધ્યાનથી સાંભળશો બસ, બધા જ માલિકો યા બોસ આવા જ હોય છે એટલે લાઈફ લોંગ લેસન એ થયું કે, ફરિયાદ અને વાંધાવચકા કાઢવાનું બંધ કરો અને કશુંક સકારાત્મક વિચારો
- Advertisement -
રોની સ્ક્રૂવાલાએ સ્કીલ ઈટ, કીલ ઈટ પુસ્તકમાં સોફટ સ્કીલની આવી નાની નાની વાતોના વિગતવાર ચેપ્ટર લખીને મોટા મોટા ફાયદા સમજાવ્યાં છે. દાખલા તરીકે, બોલતાં અને વાતચીત કરતાં શીખો… સ્ટોરી ટેલર બનો… મોટું વિચારવા માટે મોટું હોવું જરૂરી નથી … કામ વધુ કરો, ફરિયાદ ઓછી… એલઓએલ (લિસન, ઓબ્ઝર્વ, લર્ન)… મલ્ટી ટાસ્કીંગના ભેદભરમ઼…સ્ટેબિલિટી એટલે ઉતરાણ.
કેરિયર માટે સ્ટેબિલિટી શબ્દ વાપરવો, એ આજના સમયમાં ઘાતક સાબિત થાય તેવો છે. આજના સમયમાં સ્થિર વિકાસ (સાંભળવામાં ગમતો) શબ્દ શક્ય જ નથી. તમે જે પણ કામ કરતા હો, તેમાં સતત નવા પડકારો આવતાં રહેવાના છે એટલે બદલાતા રહેવા માટે તૈયાર રહેવું જરૂરી છે. અપડેટ થવું જ પડશે. સ્થિર વિકાસ માત્ર સરકારી નોકરીમાં જ સંભવ છે પણ બધા માટે એ સંભવ નથી એટલે… મૂંગા મોઢેં કામ કે નોકરી કે બિઝનેસ કરતાં હો તો ધ્યાન રાખજો કે તમે બહુ ખરાબ ટ્રેક પર છો. તમે ગમે ત્યારે નોકરીમાંથી બરખાસ્ત થઈ શકો છો એટલે કામ એવી રીતે કરતા રહો કે લોકોની નજરે ચડો. સંતોષ નામનો શબ્દ ડિકશનેરીમાં જ સારો લાગે હવે.
સ્કીલ ઈટ, કીલ ઈટ પુસ્તકની આ હાઈલાઈટસ જ છે પણ આખું પુસ્તક કેરિયર અને લાઈફમાં બહુ ઉપયોગી થાય તેવું છે. એ સમજવા માટે કોઈ ડિગ્રીની જરૂર નથી. પર્સનલી કહું તો મહિને આઠ દશ પુસ્તકો વંચાતા હોય છે પણ રોની સ્ક્રૂવાલાનું આ પુસ્તક અત્યંત ઉપયોગી લાગ્યું. આગળ વધવું હોય તો વાંચવું, એવી ખાસ ભલામણ છે.