આજે નવી દિલ્હીમાં ભારતીય વાયુસેના કમાન્ડર્સની કોન્ફરન્સમાં
ભાગ લેવાના હતા
ખાસ-ખબર સંવાદદાતા
રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના પોઝિટિવ આવ્યા છે. અહેવાલ અનુસાર, સંરક્ષણ મંત્રીને હાલમાં હળવા લક્ષણો દેખાતા તેને હોમ ક્વોરેન્ટાઇનમાં કરવામાં આવ્યા છે. ડોક્ટરોની ટીમે તેની તપાસ કરી અને આરામ કરવાની સલાહ આપી છે. ગઈકાલે રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હીના માણેકશા સેન્ટરમાં આયોજિત કમાન્ડર કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. બીજી તરફ, રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં ભારતીય વાયુસેના કમાન્ડર્સની કોન્ફરન્સમાં ભાગ લેવાના હતા. પરંતુ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે તેઓ આ કોન્ફરન્સમાં ભાગ લેશે નહીં.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 12591 કેસ નોંધાયા છે. આ દરમિયાન 29 લોકોના મોત થયા છે. તે જ સમયે, પોઝિટિવિટી રેટ પણ 5% થી ઉપર પહોંચી ગયો છે. આ પહેલા બુધવારે કોરોનાના 10542 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે અગાઉ મંગળવારે 7633 કેસ નોંધાયા હતા.
રક્ષા મંત્રી રાજનાથસિંહ થયા કોરોના પોઝિટિવ, હળવા લક્ષણો દેખાતા હોમ ક્વોરેન્ટાઈન થયા
