રૂપિયા 23 લાખનાં ખર્ચે કોઝ-વેનું કામ થયું: લોકોને રાહત થશે
ખાસ-ખબર સંવાદદાતા
માળિયા તાલુકાનાં જાનડી -આંબેચા ગામને જોડતા કોઝ વેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.આ કોઝ વેનું કામ 23 લાખનાં ખર્ચે કરવામાં આવ્યું છે.
- Advertisement -
માળિયા તાલુકાનાં જાનડી અને આંબેચા વચ્ચેથી નદી પસાર થાય છે. ચોમાસા દરમિયાન બન્ને ગામનાં લોકોને અવર જવરમાં મુશ્કેલી પડતી હોય છે.ત્યારે મનરેગા હસ્તક રૂપિયા 23 લાખનાં ખર્ચે જાનડી- આંબેચા ગામ વચ્ચે કોઝ વે બનાવવામાં આવ્યો છે. આ કોઝ વેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત માળિયા ગ્રામ પંચાયતમાં 15માં નાણાપંચની તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી ટ્રેકટર ફાળવવામાં આવ્યું હતું.