ઈરછાઓ સઘળી ફળે જેને બાલાજીની કૃપા મળે રાજકોટ વાસીઓની શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસનું પ્રતિક એટલે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજ જ્યાં માથું મુકોને દુ:ખ દૂર થાય એ દાદાના સાનિધ્યમાં આજના શનિવારના પવિત્ર દિવસે શ્રી લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડ વડતાલ ધામ દ્વિ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે દાદાને સનફલાવર , ઝરબરા અને ગુલાબના ફૂલોના આકર્ષક મનમોહક અને દિવ્ય શણગાર કરાયા છે , જે શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આજના શનિવારના પવિત્ર દિવસે લાખો ભકતો દાદાના દર્શને પધારશે અહીં દાદાની રાજોપચાર પૂજનથી થતી સંધ્યા આરતીનું વિશેષ મહત્વ રહેલું છે હજારો ભક્તો દાદાની સંધ્યા આરતીનો અલભ્ય લાભ લેશે દર શનિવારે અહીં દાદાને આકર્ષક અને મનમોહક શણગારો કરવામાં આવે છે આજના દાદાના દિવ્ય દર્શન કરી ભક્તોએ ધન્યતાની અનુભુતી કરી છે.