જૈન સમાજના મહાપર્વ પર્વાધીરાજ પર્યુષણનો આજે ચોથો દિવસ છે. ત્યારે જૈનો તપ- આરાધનામં લીન બન્યા છે. શહેરના દરેક જૈન દેરાસરો શણગારવામાં આવ્યા છે. નિત્ય.પૂ. ગુરૂભગવંતોના પ્રવચનો- વ્યાખ્યાન વાણીનો લાભ લઇ રહ્યા છે. અનેક દેરાસરોમાં રોશની અને ફુલોનો શણગાર કરવામાં આવ્યો છે.
શ્રાવકો પ્રભુજીના દર્શન- વંદનનો લાભ લઇ રહ્યા છે. આજે શ્રી પ્રહલાદ પ્લોટ જૈન સંઘ દ્વારા આજે મલ્લીનાથ દાદાને ચાંદીના વરખ અને મોતીથી સુશોભિત અંગ રચના કરવામાં આવી હતી.