ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.11
રાજકોટવાસીઓના સંકલ્પ સિદ્ધ કરતા, સુખ કર્તા, દુ:ખ હર્તા , દાદા એટલે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજ , આ એક એવું મંદિર છે જ્યાં સૌથી વધારે ભીડ જોવા મળે છે, લાખો લોકો દાદાના દર્શને આવે છે આજના શનિવારના પવિત્ર દિવસે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી દાદાને કેસરી સાફા સાથે રંગબેરંગી પુષ્પોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે સાથે આજે મારૂતિ યજ્ઞ પણ યોજાયો હતો , દાદાના અલૌકિક અને દિવ્ય દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી , દર શનિવારે અહીં દાદાને વિવિધ શણગારો કરવામાં આવે છે સાથે રાજોપચાર પધ્ધતિથી થતી સંધ્યા આરતીનું પણ વિશેષ મહત્વ રહેલું છે , આપ પણ પરિવાર સાથે દાદાના દિવ્ય દર્શન કરી ,દાદાની રાજોપચાર પદ્ધતિથી થતી સંધ્યા આરતીનો અલભ્ય લાભ લો તેમ શ્રી બાલાજી હનુમાનજી મંદિરની યાદીમાં જણાવાયું છે .



