ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરી એપ્રિલના અંતમાં આવશે
કણાર્ટકમાં કેરી તૈયાર, મહારાષ્ટ્રની કેરીનું એપ્રિલમાં આગમન
- Advertisement -
કેસર કેરીના આગમને ભાવ 10 કિલોના 2 થી 3 હજાર રેહશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા સહીત સોરઠ પંથકમાં ગીરની કેસર કેરી તેના મીઠાશ વિશ્વ ભરમાં ફેલાયેલ છે.ત્યારે કેસર કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે.અને વાતાવરણ અનુકૂળ હોય તો ઉત્પાદન વધે છે.જયારે આ વર્ષે છેલ્લા બે મહિનાથી મીશ્રઋતુના કારણે કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે તેવું કેસર કેરીના ઉત્પાદક ખેડૂત સંજયભાઈ વેકરીયા રતાંગ ગામ સાથે વાતચીત કરતા ખાસ ખબરને જણાવ્યું હતું. સંજયભાઈ વધુમાં જણાવ્યું હતું કે, પાછલા વર્ષોની સરખામણીમાં આ વર્ષે કેસર કેરીના ઉત્પાદન ઓછું જોવા મળશે તેનું કારણ છે કે, શરૂઆતમાં ઠંડી પડી નહિ અને મિશ્ર ઋતુ જોવા મળી રહી છે જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમી અને વાદળછાયું વાતાવરણની સીધી અસર કેરી પર જોવા મળી છે જયારે પવનની ગતીના લીધે પણ ફ્લાવરિંગ ખરવું અને નાની નાની ખાખડી ખરી જવાથી પણ ખેડૂતોને ઉત્પાદન ઓછું આવશે તેમજ અલ્ટ્રા હાઈડન સીટીમાં 5 બાય 10 ફૂટના અંતરે જે ઘનિષ્ઠ આંબા વાડિયુંમાં ઉત્પાદનમાં ઓછી અસર જોવા મળશે. વધુમાં જણાવ્યું હતું કે, જે ખેડૂતો કેરી બગીચાની માવજત કરી હશે તેને ઉત્પાદનમાં વાંધો નહિ આવે અને આંબા વાડીયુંમાં મગીયો અને ભૂકી છારા રોગનો ઉપદ્રવ જોવા મળ્યો છે એ રોગને નિયંત્રણ કરવા જે ખેડૂતે યોગ્ય ઉપાય કર્યો હશે તેને ઉત્પાદનમાં કોઈ વધુ અસર નહિ જોવા મળે જયારે ગીરની કેસર કેરી કે જે ખાવા લાઈક સારી કેરી મે મહિનાની શરૂઆતમાં આવશે અને જે નવેમ્બર મહિનામાં પેહલું ફ્લાવરિંગ થયું હતું તે કેરી એપ્રિલમાં આવી જશે શરુઆતમાં કેસર કેરીના ભાવ 10 કિલોના રૂ.2,000થી લઈને 25,000 સુધી અને ખુબ સારી કેરીના 3 હજાર પણ જોવા મળશે અને કેરીની સીઝન પૂર્ણ થવાને આરે હશે ત્યારે એવરેજ 800 થી 1000 સુધી જોવા મળશે. હાલ કેરીનું ઉત્પાદન અન્ય રાજ્યોમાં પણ થાય છે જેમાં કર્ણાટકની કેરી તૈયાર થઇ ગઈ છે અને અવાકની શરૂઆત જોવા મળી રહી છે જયારે મહારાષ્ટ્રની કેરી માર્ચ એન્ડ અને એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં જોવા મળશે હાલ જે નાની નાની ખાખડી જે બજાર આવી રહી છે તે ગીર ગઢડા અને ઉના તાલુકાની છે ત્યાં વેહલું ફલાવરીંગ થયું હતું જેના લીધે તેના ભાવ પણ શરૂઆતમાં ખુબ ઊંચા છે.આમ આ વર્ષે વાદળછાયું વાતાવરણ રાત્રે અને સાવરે ઠંડી અને પવનની ગતિ થી મિશ્ર ઋતુ જોવા મળી છે આ ઋતુની સીધી અસર કેસર કેરી ઉપર પડી છે જેના લીધે ઉત્પાદન ઓછું થવાની પુરી સંભાવના છે.