સ્વછતા બાબતે વોર્ડ હેડના મોબાઈલ નંબર મુકવાની માંગ
દરેક વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિ પાસે સ્વછતા મુદ્દે રિપોર્ટીંગ કરો
- Advertisement -
ટીકીટ આપતા પહેલા વોર્ડની કામગીરીનો રિપોર્ટ જોવો જરૂરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નગર પાલિકાના ચૂંટાયેલા સભ્યોને રાજ્ય સરકાર તરફથી નિયમીત પગાર અને ટેલીફોન ભાડુ વિગેરે આપવામાં આવે છે. દર વર્ષે દરેક કોર્પોરેટરને અપાયેલ ભથ્થા પગાર વિગેરેનું સ્ટેટમેન્ટ તૈયાર કરીને જાહેર જનતા જાણ શકે તે માટે પ્રેસમાં આપવુ અને જે કોર્પોરેટર પગાર લેતા ન હોય તેનુ લીસ્ટ પણ અલગથી બતાવવુ.
જૂનાગઢ શહેરમાં જેજે વિસ્તારોમાં બીનખેતી થયેલ છે તે તમામે તમામ વિસ્તારમાં સર્વાજનીક પ્લોટછે અને આ સર્વાજનીક પ્લોટનો કબ્જો કોર્પોરેશને સંભાળી તેને તેમા ત્યાના આજુ બાજુના રહેવાસીઓની લાગણીઓને ઘ્યાનમાં રાખીને ગાર્ડન બનાવવુ અથવા તો મંદિર અથવા કોમ્યુનીટી હોલ બનાવવુ જેથી આજુ બાજુના લોકોને લાભ મળી શકે.
- Advertisement -
જૂનાગઢ શહેરમાં સ્વચ્છતા શહેજે પણ નથી આતથી સર્વ પ્રથમ તો સેનીટેશન બાંચમાં કર્મચારીઓની સંખ્યા વધારવી અને જે તે વોર્ડમાં જે કર્મચારી કામ કરતા હોય તેના હેડ જે હોય તેના મોબાઇલ નંબર અને નામતે વોર્ડમાં યોગ્ય જગ્યાએ મહાનગર પાલિકાએ લખીને મુકી રાખવા જેથી કચરો, ઉપાડવા માટે વાન ન આવે કે અન્ય તકલીફ હોય તે માટે શહેરીજનો ફોન કરી શકે. જો આવા વોર્ડ ઇન્સ્પેકટરને ફોન કરવા છતાં જવાબ આપતા ન હોય તો તેનાથી ઉપલા અધિકારી હોય તેના પણ મોબાઇલ નંબર,નામ અને હોદો બોર્ડમાં ડિસપ્લે કરવો, દરેક વોર્ડમાં જે જે કચરો હોય તે સાફ કરવા માટે કોર્પોરેશનને લેખીતમાં જાણ કરે અને આવા સફાઇ કર્મચારી કામ કરે છે કે કેમ ? તેનો કોર્પોરેશને નિયમીત રીપોર્ટ કરવો.
દરેક વોર્ડમાં જે કોઇ અગ્રણી હોય તેમને ત્યાં વિઝીટ બુક રાખવી અને તે વોર્ડમાં કોર્પોરેટર જયારે જયારે આવે ત્યારે તેની નોંધ અને તેનો ઉલેખ થયોછે કે કેમ ?તેની નોંધ આ વિઝીટ બુકમાં કરે તેવી વ્યવસ્થા ગોઠવવી ચૂંટણીમાં નવેસરથી ટીકીટ આપવાની થાય ત્યારે રાજકીય પક્ષો પણઆ વિઝીટ બુકમાં વોર્ડમાં કોર્પોરેટર કેટલી વાર આવેલા છે તેના આધારે ઉમેદવારની યોગ્યતા નકકી કરે.
ચૂંટાયેલા દરેક કોર્પોરેટર તેના વોર્ડનો સ્ટેટશ રીપોર્ટ મુકવો જોઇએ અને તેમના જણાવેલા સુચનોની અમલવારી માટે મહાનગર પાલિકાના કમિશ્ર્નરને નિયમીત રીતે એક નકલ મોકલવી જોઇએ અને પ્રજા સુધી આ બાબત પહોંચે તે માટે પ્રેસમાં પણ આપવી જોઇએ.