નગરપાલિકા સત્તાધીશો દ્વારા દયાભાવના સાથેનો નિર્ણય કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
- Advertisement -
રાજ્યમાં ગત રવિવારે શરૂ થયેલા ભારે વરસાદને લીધે મોટાભાગના લોકમેળાને ગ્રહણ લાગ્યું હતું જેના લીધે પ્રશાસનને લોકમેળા અંતે રદ કરવાનો નિર્ણય લવ પડ્યો હતો તેવામાં સુરેન્દ્રનગર જીલ્લા ખાતે પણ વઢવાણ, સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા ખાતે યોજાતા લોકમેળા જન્માષ્ટમીના દિવસે રદ કરાય હતા ત્યારે ઝાલાવાડના સુપ્રસિદ્ધ લોકમેળા તરીકે જાણીતો ધ્રાંગધ્રા ભાતીગળ લોકમેળામાં રવિવારે બપોરથી શરૂ થયેલા વરસાદને લીધે મેળાના પ્રથમ દિવસથી જ તમામ ધંધાર્થીઓને નુકશાની થાય તેવી સ્થિતિ ઉદભવ થઈ હતી તેવામાં રવિવારથી શરૂૂ થયેલ વરસાદ સતત ત્રણ દિવસ સુધી વરસ્યો હતો
જેને લઇ ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી દ્વારા અંતે મંગળવારે લોકમેળાની પરમિશન રદ કરવાનો નિર્ણય લેતા લાખ્ખો રૃપિયાની રકમ ભરપાઈ કરી પેટિયું રળવા ખરીદી કરેલ પ્લોટ ધારકોને મોટી નુકશાની થાય તેવી સ્થિતિ હોય ત્યારે સ્થાનિક નગરપાલિકા દ્વારા લોકમેળામાં ધંધાર્થીઓને નુકશાન ન જાય તે માટે તમામ પ્લોટ ખરીદી કરનાર ધારકોને 100% રકમ પરત કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે આ વર્ષે નગરપાલિકા આયોજિત લોકમેળાના પ્લોટ હરાજી પ્રક્રિયામાં ઐતિહાસિક 1.43 કરોડની આવક થઈ હતી પરંતુ કરોડોની આવક માત્ર કહેવા પૂરતી જ રહી ગઈ છે અને તમામ પ્લોટ ખરીદી કરનાર ધારકોને પ્લોટ ખરીદી સમયે ભરપાઇ કરેલ રકમ પૂર્ણરૂૂપે પરત આપવાનો નગરપાલિકા દ્વારા નિર્ણય લેવાયો હતો.