જૂનાગઢ શહેરના સાબલપુર- જીઆઇડીસી-2માં આવેલી ક્રિએટીંગ કાસ્ટિંગ લીમીટેડમાં બપોરે 1:38 મિનીટે આગ લાગી હતી. આગની જાણ થતા ડિીવીઝનલ ફાયર ઓફિસર યકીન શિવાનીના માર્ગદર્શનમાં ફાયર ટીમના મિતુલ મહેતા. મુળુભાઇ ભારાઇ, પરસોત્તમ ચૌહાણ, નરેશ કાઠી, રાહુલ વાસણ, રાહુલ રાજ્યગુરૂ, યુસુફખાન, ધ્રુદ કનાડા વગેરે દોડી ગયા હતા.
સતત 4 કલાકને 13 મિનીટમાં 30 લીટર પાણીનો મારો ચલાવી સાંજના 5:51 વાગ્યે આગ પર કાબુ મેળવાયો હતો. આગનું કારણ જાણી શકાયુ નથી. સદનસીબે કોઇ જાનહાની થયેલ નથી પરંતુ કારખાનામાં રહેલો ભંગાર વગેરે બળીને ખાખ થઇ ગયો હતો.