ભયાનક ભૂકંપની સાથે સતત બરફવર્ષા અને માઈનસ તાપમાનથી રાહત અને બચાવ કાર્યમાં સેના અને રાહત કર્મીઓને મુશ્કેલી
કાટમાળમાંથી જીવતા લોકોને બહાર કાઢવાની જદ્દોજહદ: હોસ્પિટલો હાઉસફૂલ: રકતની અછત
- Advertisement -
તૂર્કી અને સીરિયામાં ગઈકાલે આવેલા ભીષણ ભૂકંપથી ચારે બાજુ તબાહી ફેલાઈ છે. ભયાનક દ્રશ્ય જોઈને લોકો ભયભીત છે.ચારેબાજુ કાટમાળ નજરે પડે છે. માર્ગો પર લાશો પડી છે. વિભિન્ન શહેરો અને બચાવ કર્મી સ્થાનિકો કાટમાળમાંથી જીવતા લોકોને બહાર કાઢવાની કોશીશ કરી રહ્યા છે.
ભૂકંપમાં ધ્વસ્ત તુર્કીની એક હોસ્પિટલ અને સિરીયાની ગણી ગાંઠી હોસ્પીટલોમાંથી નવજાતો સહીત દર્દીઓને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા હતા. તુર્કીના શહેર અદાનાના એક નિવાસીએ જણાવ્યું હતું કે તેની આસપાસની ત્રણ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે.
તુર્કીનાં એક દુરનાં પૂર્વી શહેર દિયારબકીરમાં ક્રેન અને બચાવ કર્મી ભુકંપથી ધ્વસ્ત થયેલા એપાર્ટમેન્ટમાંથી જીવતા લોકોને બહાર કાઢીને સ્ટ્રેચરથી હોસ્પીટલે પહોંચાડી રહ્યા હતા. તૂર્કીમાં કાતીલ શિયાળાને કારણે બચાવ અને રાહત કાર્યમાં પરેશાની થઈ રહી છે. હાલમાં તુર્કીનું તાપમાન માઈનસ ત્રણ ડીગ્રીથી માંડીને આઠ ડીગ્રી સુધીનુ છે.બરફ વર્ષાના કારણે માર્ગો પર વિઘ્નો પેદા થયા છે સેના અને રાહત કર્મીઓને ઘટનાસ્થળે પહોંચવામાં પરેશાનીનો સામનો કરવો પડે છે.
- Advertisement -
અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર ભૂકંપનું કેન્દ્ર ગજીયાટેપથી લગભગ 33 કિલોમીટર દુર 18 કિલોમીટરની ઉંડાઈમાં છે. ભૂકંપ એવા સમયે આવ્યો હતો. જયારે પશ્ચિમ એશીયા બર્ફીલા તોફાનની ઝપટમાં છે.
કાટમાળમાંથી દર 10 મિનિટે એક શબ નીકળતુ હતું
કાટમાળમાંથી દર 10 મીનીટે એક શબ બહાર કાઢવામાં આવતું હતું. તુર્કીના એક શખ્સે જણાવ્યું હતું કે, મેં 40 વર્ષમાં પહેલીવાર આ પ્રકારનું ખોફનાક દ્રશ્ય જોયું છે. પરિસ્થિતિ એ પેદા થઈ છે કે હોસ્પીટલોમાં ઘાયલોને દાખલ કરવા માટે જગ્યા નથી. હોસ્પિટલોમાં બ્લડની અછત વર્તાય છે.
Turkey declares 7 days of national mourning after deadly earthquakes in southern provinces.#Turkey was hit by three consecutive devastating earthquakes of magnitude 7.8, 7.6 & 6.0.#TurkeyEarthquake
— ANI (@ANI) February 6, 2023
તુર્કીયેમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક
તુર્કીયે અને સીરિયામાં સોમવારે આવેલા ભૂકંપમાં જાન-માલનું મોટું નુકસાન થયું છે. આ દુર્ઘટના બાદ તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને દેશમાં સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. એર્દોગને ટ્વિટર પર લખ્યું, 6 ફેબ્રુઆરીએ આપણા દેશમાં આવેલા ભૂકંપથી ઘણું નુકસાન થયું છે. સંકટની આ ઘડીમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક રહેશે. 12 ફેબ્રુઆરીના સૂર્યાસ્ત સુધી દેશ અને વિદેશમાં આપણા દૂતાવાસોમાં અમારો ધ્વજ અડધી કાઠીએ લહેરાશે.