BCCI દ્વારા લગાવવામાં આવેલ બેન પછી અસદ રઉફનું જીવન ઘણું બદલાઈ ગયું હતું. એ પછી અસદ લાહોરમાં જૂતા-કપડાની દુકાન ચલાવતા હતા.
પાકિસ્તાનના શ્રેષ્ઠ અમ્પાયરોમાંના એક અસદ રઉફનું બુધવારે લાહોરમાં અવસાન થઇ ગયું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની એલિટ પેનલમાં સામેલ અમ્પાયર અસદ રઉફ 66 વર્ષના હતા. જણાવી દઈએ કે અસદ રઉફનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. અસદ રઉફે તેની 13 વર્ષની કારકિર્દીમાં કુલ 49 ટેસ્ટ, 98 વનડે અને 23 ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં અમ્પાયરિંગ કર્યું હતું. જો કે એમના પર વર્ષ 2013ની IPL સિઝનમાં સ્પોટ ફિક્સિંગનો આરોપ પણ લાગ્યો હતો અને એ પછી વર્ષ 2016માં એમના પર BCCI એ પાંચ વર્ષનો બેન લગાવ્યો હતો.
- Advertisement -
Former International Umpire Asad Rauf has passed away. He officiated in 48 Tests, 98 ODIs and 23 T20 matches as an international umpire. He made headlines in IPL too. May his soul rests in peace. pic.twitter.com/rzS9JJwOtX
— Basit Subhani (@BasitSubhani) September 14, 2022
- Advertisement -
ઘણું બદલાઈ ગયું હતું જીવન
BCCI દ્વારા લગાવવામાં આવેલ બેન પછી અસદ રઉફનું જીવન ઘણું બદલાઈ ગયું હતું. એ પછી અસદ લાહોરમાં જૂતા-કપડાની દુકાન ચલાવતા હતા. અસદ રઉફના મૃત્યુની જાણકારી તેના ભાઈ તાહિર રઉફે આપી હતી. ભાઈના જણાવ્યા મુજબ અસદ બુધવારે દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો એ સમયે અચાનક તેને છાતીમાં દુખાવો થયો હતો અને અને પછી તેનું અવસાન થયું હતું.
ફિક્સિંગ સિવાય આવા લાગ્યા હતા આરોપ
અસદ રઉફ વર્ષ 2012માં સમાચારમાં અવાય હતા. મુંબઈ સ્થિત એક મોડલે અસદ રઉફ પર જાતીય સતામણીના આરોપો લગાવ્યો હતો અને મોડેલે દાવો કર્યો હતો કે પાકિસ્તાની અમ્પાયર સાથે તેનું અફેર હતું અને અસદ રઉફે તેણી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું પણ પાછળથી રઉફે તેનું વચન નિભાવ્યું નહતું.
Sad to hear it the passing of Ex ICC Elite Umpire Asad Rauf. He officiated 64 Test & 100+ODI. Man with Great Sense of Humor. Played First Class and List A Cricket as well. He was doing business in Landa Bazar.His Funeral will be offered in Shadbag Gol Ground after Zohar#AsadRauf pic.twitter.com/db03f0kTTA
— Usman Khan (@usmann_khann) September 15, 2022
BCCI એ લગાવ્યું બેન
વર્ષ 2013માં પાકિસ્તાની ખેલાડીઓ પર આઈપીએલમાં રમવા પર પ્રતિબંધ હતો પણ એ સમયે અસદ અમ્પાયરિંગ કરતો હતો. ત્યારના જ સમયગાળામાં 2013માં અસદ પર આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગનો કેસ નોંધાયો હતો. આ પછી અસદને અધવચ્ચે જ IPL માં અમ્પાયરિંગ છોડવી પડી હતી. આ આરોપને કારણે તેને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી દૂર કરવામાં આવ્યો હતો અને તેણી સાથે જ ICCની આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગ પેનલમાંથી પણ બહાર કરવામાં આવ્યો હતો.