થોડા દિવસો પહેલા બનેલા પુલમાં ગાબડા પડતા CMને ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
વેરાવળ-સોમનાથ રોડ વચ્ચે આવેલ હિરણ નદીના પુલમાં મસ મોટા ગાબડા પડતા અને નબળી કામગીરી સામે આવતા વેરાવળ પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પિયુષ ફોફંડીએ મુખ્યમંત્રીને પત્ર લખી ઘટતુ કરવાની માંગ કરી.
- Advertisement -
તાજેતરમાં વેરાવળ-સોમનાથ હિરણ નદી પર એક પુલ બનાવવામાં આવ્યો છે જે હમણા થોડા દિવસો પહેલા જેમાં ખૂબ મોટા ગાબડા પડી ગયા છે અને નવા પુલને નુકશાન થયુ છે આ પુલ સમગ્ર વેરાવળ-સોમનાથ આવતા પ્રવાસી તેમજ મત્સ્યનિકાસ માટે ક્ધટેનરની આવાજાહી માટે ખૂબ અગત્યનો પુલ છે. ઘણા વર્ષોની રજૂઆતો પછી આ પુલની નિર્માણ કરવામાં આવ્યુ છે પરંતુ આ પુલના નિર્માણમાં ખૂબ મોટા પ્રમાણમાં ખાડા પડયા છે તેમજ નુકશાન થયુ છે જે ખૂબ ચિંતાજનક છે. આ પુલ બનાવવા પાછળ પણ ઘણો સમય કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવ્યો છે અને પુલનું કામ પણ ખૂબ નબળા પ્રકારનુથયુ છે ગુજરાત સરકાર જયારે આવા મોટા કાર્યોના નિર્માણ કરી રહી છે ત્યારે ગુજરાતની નેમ છે કે એક વિકસિત ગુજરાત બને જેમાં આવા કામો થકી સરકારની તિજોરી પર ખૂબ મોટા પ્રમાણમાં નુકશાન થાય છે અને સાથે સાથે પ્રજાને પણ ખૂબ તકલીફો પડે છે. આવા ખરાબ કામ કરનાર કોન્ટ્રાકટરને સખતમાં સખત સજા કરવામાં આવે અને તાત્કાલીક અસરથી તે કોન્ટ્રાકટ પાસે કામો કરાવી આ પુલની મરામત કરવામાં આવે તેવી માંગણી કરી હતી.