મણિપુરના ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ખામેનલોક વિસ્તારમાં ઉગ્રવાદીઓ દ્વારા અચાનક કરવામાં આવેલા ગોળીબારમાં 9 લોકોના મોત
હિંસાગ્રસ્ત મણિપુરથી ફરી એકવાર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, મણિપુરમાં શાંતિ પ્રયાસોને ફરી એકવાર મોટો ફટકો પડ્યો છે. વિગતો મુજબ મણિપુરના ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ખામેનલોક વિસ્તારમાં તાજેતરની હિંસામાં નવ લોકોના મોત થયા છે. આ તરફ આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી પણ સામે આવી છે.
- Advertisement -
સમાચાર એજન્સી ANI અનુસાર મંગળવારે (13 જૂન)ના રોજ ઉગ્રવાદીઓ દ્વારા અચાનક કરવામાં આવેલા ગોળીબારમાં 9 લોકોના મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન તોફાની તત્વોએ ખામેનલોક ગામના ઘણા ઘરોને પણ આગ લગાવી દીધી હતી. તામેંગલોંગ જિલ્લાના ગોબાજંગમાં પણ ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
Manipur | 9 people have been killed and 10 others injured in fresh violence this morning in Khamenlok area, Imphal East. Postmortem procedure underway: Shivkanta Singh, SP Imphal East
— ANI (@ANI) June 14, 2023
- Advertisement -
શું કહ્યું પોલીસ કમિશ્નરે ?
ઇમ્ફાલ પૂર્વના પોલીસ કમિશ્નર શિવકાંત સિંહે જણાવ્યું હતું કે, ખામેનલોક વિસ્તારમાં ફાટી નીકળેલી તાજેતરની હિંસામાં 9 લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે. જેને લઈ હવે મૃતકોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. એક ખાનગી મીડિયાના અહેવાલ મુજબ મૃત્યુ પામેલા નવ લોકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. ઘણા ઘાયલોને સારવાર માટે ઈમ્ફાલ લઈ જવામાં આવ્યા છે.
पूर्वी इंफाल के खमेनलोक इलाके में आज सुबह ताजा हिंसा में नौ लोगों की मृत्यु हुई है और 10 लोग घायल हैं। पोस्टमॉर्टम प्रक्रिया चल रही है: शिवकांत सिंह, एसपी इंफाल पूर्व, मणिपुर
— ANI_HindiNews (@AHindinews) June 14, 2023
મૃતકોના શરીર પર ઇજાના નિશાન મળ્યા
વિગતો મુજબ હિંસામાં માર્યા ગયેલા ઘણા લોકોના શરીર પર ઈજાના નિશાન અને ગોળીઓના ઘા મળી આવ્યા છે. મણિપુરમાં તાજેતરની હિંસાએ રાજ્યમાં શાંતિના પ્રયાસોને મોટો ફટકો આપ્યો છે. હિંસાગ્રસ્ત મણિપુરમાં એક મહિનાથી વધુ સમયથી શાંતિ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનામતને લઈને મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટના એવા સમયે બની છે જ્યારે એક દિવસ પહેલા જ કર્ફ્યુમાં રાહત આપવામાં આવી હતી. ખામેનલોક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત તણાવ હતો.