સીરિયાની એક મિલિટરી એકેડમીની ગ્રેજ્યુએશન સરેમની દરમિયાન ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે જેમાં 100થી વધુ લોકોના મોત થયા છે તો 125 જેટલા લોકો ઘાયલ પણ થયા છે.
સીરિયાની એક મિલિટરી એકેડમી પર ડ્રોન હુમલાના સમાચાર આવ્યા છે, જેમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. આ હુમલો સીરિયાના હોમ્સ શહેરમાં સ્થિત મિલિટ્રી કોલેજમાં કરવામાં આવ્યો હતો. જ્યારે આ હુમલો થયો ત્યારે ત્યાં ગ્રેજ્યુએશન સરેમની ચાલી રહી હતી.
- Advertisement -
Artillery and missile shelling by regime forces on the outskirts of #Idlib city continues into the evening, today, Thursday, October 5.#WhiteHelmets #Syria pic.twitter.com/4FQGbV65aH
— The White Helmets (@SyriaCivilDef) October 5, 2023
- Advertisement -
100થી વધુ લોકોના મોત તો 125 જેટલા લોકો ઘાયલ
ગુરુવારે થયેલા આ ડ્રોન હુમલામાં 100થી વધુ લોકોના મોત તો 125 જેટલા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર આવી રહ્યા છે. જેમાંથી 14 સામાન્ય નાગરિક હોવાનું કહેવાય છે. રક્ષા મંત્રી મહમૂદ અબ્બાસનો કાફલો હુમલાના થોડા સમય પહેલા જ ત્યાંથી રવાના થયા હતા. રક્ષા મંત્રીના જતાની સાથે જ ડ્રોને બોમ્બમારો અને ગોળીબારી શરૂ કરી દીધા હતા. લોકોને નાસવા માટે તક મળી ન હતી કારણ કે લોકોને એ ખબર ન હતી કે બોમ્બ ક્યાંથી આવી રહ્યા છે. હુમલામાં માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. ડ્રોન અનેક પ્રકારના વિસ્ફોટકોથી સજ્જ હતું. હુમલામાં ઘાયલ થયેલા મોટાભાગના લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
હુમલો “જાણીતા આંતરરાષ્ટ્રીય દળોના સમર્થનથી કરવામાં આવ્યો”
હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. હાલ ઘાયલોની સીરિયાના ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સની ઘણી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. સીરિયન સેનાએ અગાઉ એક નિવેદનમાં કહ્યું હતું કે વિસ્ફોટકોથી સજ્જ ડ્રોને યુવાન અધિકારીઓ અને તેમના પરિવારોને નિશાન બનાવ્યા હતા. કોઈ ચોક્કસ જૂથનું નામ લીધા વિના, તેણે હુમલા માટે “જાણીતા આંતરરાષ્ટ્રીય દળો દ્વારા સમર્થિત” બળવાખોરોને દોષી ઠેરવ્યા હતા.
Our teams responded to missile bombardment by regime forces that targeted residential neighborhoods and the marketplace in the city of Jisr al-Shughur, west of #Idlib, today, Thursday, October 5, and led to the death of a child and the injury of 8 civilians in an indefinite toll.… pic.twitter.com/eFP34vU4iO
— The White Helmets (@SyriaCivilDef) October 5, 2023
કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી
જો કે હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. સીરિયન સેનાના જણાવ્યા અનુસાર, આ હુમલો વિરોધી જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો, જેને આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન છે. એ વાત તો નોંધનીય જ છે કે સીરિયા પહેલાથી જ ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યું છે, તેથી આ હુમલાને ગંભીર માનવામાં આવે છે. સીરિયામાં મિલિટરી બેઝ પર આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. સીરિયાની સરકારે કહ્યું છે કે હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.