પશ્ર્ચિમ સુલતાનપુર ગામમાં અડધી રાત્રે આતંક: બહારથી દરવાજા બંધ કરી આઠ સભ્યોને કેદ કરાયા, દીવાલો તોડી જીવ બચાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ ઢાકા, તા.24
- Advertisement -
બાંગ્લાદેશના ચટગાંવ જિલ્લામાં ફરી એકવાર લઘુમતી હિંદુ સમુદાયને નિશાન બનાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોમવારે વહેલી સવારે આશરે 3:45 વાગ્યે, જ્યારે પશ્ર્ચિમ સુલતાનપુર ગામના લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અજ્ઞાત હુમલાખોરોએ બે હિંદુ પરિવારોના ઘરોને નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ અત્યંત ક્રૂરતાપૂર્વક ઘરોના દરવાજા બહારથી બંધ કરી દીધા હતા અને ત્યારબાદ આખા ઘરને આગને હવાલે કરી દીધું હતું, જેથી અંદર રહેલા લોકો બહાર નીકળી ન શકે. આ ભયાનક આગમાં દુબઈમાં કાર્યરત સુખા શિલ અને મજૂરીકામ કરતા અનિલ શિલના રહેણાંક મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બંને ઘરોના કુલ સાત રૂૂમ અને તેમાં રહેલી ઘરવખરી બળી ગઈ છે. ઘટના સમયે ઘરમાં આઠ સભ્યો હાજર હતા, જેઓ રાત્રે ભોજન કરીને સૂતા હતા અને અચાનક આગની જ્વાળાઓ વચ્ચે ઘેરાઈ ગયા હતા. જ્યારે પરિવારના સભ્યોએ જીવ બચાવવા માટે બહાર નીકળવાની કોશિશ કરી, ત્યારે તેમને માલૂમ પડ્યું કે હુમલાખોરોએ બહારથી કડીઓ વાસી દીધી હતી. અંદર ફસાયેલા લોકોએ સમયસૂચકતા વાપરીને અને હિંમત હાર્યા વગર વાંસ તથા ટીનની દિવાલો કાપીને કોઈક રીતે બહાર નીકળવાનો રસ્તો બનાવ્યો હતો. આ રીતે દિવાલો તોડીને તેઓ બહાર આવવામાં સફળ રહ્યા અને ચમત્કારિક રીતે તમામ આઠ લોકોના જીવ બચી ગયા હતા. અનિલ શિલના પુત્ર મિથુન શિલે જણાવ્યું કે તે ત્રણ મહિના પહેલા લગ્ન માટે દુબઈથી ઘરે આવ્યો હતો. આગમાં તેનો પાસપોર્ટ, ઘરનો સામાન અને લગભગ 80-90 હજાર ટાકા રોકડા બળી ગયા. મિથુને જણાવ્યું કે, બંને દરવાજા બહારથી બંધ હતા, તેથી બધાએ દિવાલો કાપીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. ઉપજિલ્લા કાર્યકારી અધિકારી (ઞગઘ) એસ.એમ. રહાતુલ ઇસ્લામ અને સહાયક કમિશનર (ભૂમિ) ઓંગચિંગ મારમાએ નુકસાનનું નિરીક્ષણ કર્યું અને મદદની ખાતરી આપી. પીડિત પરિવારોને 25 કિલો ચોખા, 5,000 ટાકા રોકડા અને ધાબળા આપવામાં આવ્યા. પોલીસ આરોપીઓની ઓળખ કરવામાં વ્યસ્ત છે. કેસોમાં અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈની ધરપકડ થઈ શકી નથી. બાંગ્લાદેશના લક્ષ્મીપુર સદરમાં 19 ડિસેમ્બરની મોડી રાત્રે કેટલાક ઉપદ્રવીઓએ એક ઘરને બહારથી બંધ કરીને પેટ્રોલ છાંટીને આગ લગાડી દીધી. આગમાં જીવતી સળગી જવાથી એક 7 વર્ષની બાળકીનું મોત થયું, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા. આ ઘર બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (ઇગઙ)ના નેતા બિલાલ હુસૈનનું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના રાત્રે લગભગ 1 વાગ્યે બની હતી. આગ લાગવાથી બિલાલની 7 વર્ષની પુત્રી આયેશા અખ્તરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે બિલાલ હુસૈન અને તેમની અન્ય બે પુત્રીઓ સલમા અખ્તર (ઉં.વ.16) અને સામિયા અખ્તર (ઉં.વ.14) ગંભીર રીતે દાઝી ગઈ હતી. બિલાલની સારવાર લક્ષ્મીપુર સદર હોસ્પિટલમાં
થઈ હતી, જ્યારે બંને પુત્રીઓને ગંભીર હાલતમાં ઢાકા મોકલવામાં આવી હતી. બાંગ્લાદેશમાં ઢાકા નજીક ભાલુકામાં દીપુ ચંદ્રની હત્યા કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં ઢાકા નજીક ભાલુકામાં દીપુ ચંદ્રની હત્યા કરવામાં આવી હતી. ગયા અઠવાડિયે 18 ડિસેમ્બરે ઢાકા નજીક ભાલુકામાં હિંદુ યુવક દીપુ ચંદ્રની માર મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ તેના પર ઈશનિંદાનો આરોપ લગાવ્યો હતો. તેઓ અહીંની કાપડ ફેક્ટરીમાં કામ કરતા હતા. દાવા મુજબ તેણે ફેસબુક પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી ટિપ્પણી કરી હતી, પરંતુ તપાસમાં આવી કોઈ ટિપ્પણીના પુરાવા મળ્યા નથી. બાંગ્લાદેશની રેપિડ એક્શન બટાલિયનના કંપની
કમાન્ડર મોહમ્મદ શમસુઝ્ઝમાને બાંગ્લાદેશી
અખબાર ધ ડેઇલી સ્ટાર’ને જણાવ્યું હતું કે એવો કોઈ પુરાવો મળ્યો નથી, જેનાથી કહી શકાય કે દાસે ફેસબુક પર કંઈક એવું લખ્યું હતું, જેનાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી શકે. દીપુની હત્યાના કેસમાં અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શમસુજ્જમાને જણાવ્યું કે સ્થાનિક લોકો અને કાપડ ફેક્ટરીમાં દાસ સાથે કામ કરતા લોકો પાસેથી પણ ઈશનિંદા કરવા સંબંધિત કોઈ માહિતી મળી નથી.



