રાજકોટ – ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) કોટડાસાંગાણી ખાતે ભરતી સત્ર ઓગષ્ટ-૨૦૨૧ માં ધો.૧૦ પાસ ઉમેદવારો માટે કોપા, ફિટર, ડીઝલ મીકેનિક એન્જીન તથા ધો. ૮ પાસ માટે વાયરમેન અને વેલ્ડર ટ્રેડમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે રસ ધરાવતા ઉમેદવારોએ તા. ૧૦/૯/૨૦૨૧ સુધીમાં https://itiadmission.gujarat.gov.in/ વેબસાઇટ પર અથવા સંસ્થા ખાતે રૂબરૂ પણ ઓનલાઇન ફોર્મ ભરી રૂબરૂ સંસ્થા ખાતે જમા કરાવવાનું રહેશે. શકાશે. વધુ જાણકારી માટે આચાર્યશ્રી, આઇ.ટી.આઇ. કોટડાસાંગાણી, ભાડવા રોડ, સર્યમુખી હનુમાન મંદિર પાસે, તા. કોટડાસાંગાણી (ફોન નં : ૦૨૮૨૭ – ૨૭૬૦૫૦) પર અથવા રૂબરૂ સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.