ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકાના આંદરણા ગામે નાયબ કલેકટર અને મોરબી સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટના હુકમ મુજબ સને 2017 માં સર્વે નંબર 70/2 પૈકી માં નવું ગામતળ નીમ કરવામાં આવ્યું હતું. આ ગામતળમાં મોરબી તાલુકા વિકાસ અધિકારી દ્વારા લે-આઉટ બનાવી 74 પ્લોટો પાડી જઊઈઈ ડેટામાં નામ ધરાવતા ઙખઅઢ ના લાભાર્થીઓ જામરિયા ચંદુલાલ ડાયાભાઇ, ચિરોડીયા જીલુભાઈ રેવાભાઈ, ચંદ્રેસરા અશોકભાઈ રામજીભાઈ, બાંભવા કાળુભાઈ વાસાભાઈ અને પરમાર પ્રવિણભાઈ ભોજાભાઈના પ્લોટ પ્લોટ લેન્ડ કમિટીમાં મંજુર કરવામાં આવ્યા હતા.
આ જગ્યાએ સ્થળ તપાસ કરાવતા જામરિયા ચંદુલાલ ડાયાભાઇ અને ચંદ્રેસરા અશોકભાઈ રામજીભાઈને ફાળવેલ પ્લોટ નંબર 67 અને 68 માં સેલોજા સેનેટરી વેર દ્વારા લેબર ક્વાર્ટર બનાવીને દબાણ થયું હોવાનું મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાના ધ્યાને આવતા તેમણે તાલુકા વિકાસ અધિકારી દીપાબેન એચ. કોટકને ગ્રામ પંચાયત દ્વારા દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપતા ગ્રામ પંચાયત દ્વારા ગઈકાલે તા. 25/07/2023 ના રોજ સેલોજા સેનેટરી વેરને તાત્કાલિક ધોરણે સાત દિવસમાં દબાણ દુર કરવા નોટીસ આપવામાં આવેલ છે.
- Advertisement -
સેલોજા સેનેટરી વેર દ્વારા આ બંને પ્લોટો સિવાય અન્ય પ્લોટો મળી કુલ 29 પ્લોટોમાં તથા ખુલ્લી જગ્યામાં અંદાજીત કુલ 4,250 ચો.મી. માં દબાણ કર્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડેલ છે જેથી જો સેલોજા સેનેટરી વેર દ્વારા આ દબાણ દુર કરવામાં નહીં આવે તો નિયમોનુસાર કાર્યવાહી કરી દબાણ કરેલા પાકા બાંધકામો તોડી પાડવા સહિતના પગલા લેવામાં આવનાર હોવાનું જીલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.